ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને ખાસ કરીને અમદાવાદમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભારતીય જાણતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં ત્રિપાંખિયો જંગ
આ વખતે અમદાવાદમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતી સીધી ટક્કર હવે ત્રિપાંખિયું સ્વરૂપ ધારણ કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ત્રણેય પક્ષો મજબૂત ઉમેદવારોને ઉતારતા હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો પર જોરદાર સ્પર્ધા થવાની આશા છે.

ચૂંટણી પંચની તૈયારીઓ તેજ
ચૂંટણીને લઈને અમદાવાદમાં ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ ગતિએ શરૂ કરી છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કલેક્ટર કચેરી ઉપરાંત વિવિધ પ્રાંત કચેરીઓએ ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. વહીવટી સરળતા માટે એક જ બૂથમાં ત્રણથી ચાર વોર્ડના ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રક્રિયા ઝડપી અને સરળ બને.

રાજકીય માહોલ ગરમાયો
ચૂંટણી નજીક આવતાં જ શહેરમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, પ્રચાર અને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ બન્યા છે. આ વખતે ત્રિપાંખિયા જંગને કારણે ચૂંટણીનું પરિણામ વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…