પશુપાલકોને મોટી રાહત! દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો સીધો ₹25નો વધારો

ઉત્તર ગુજરાતની જાણીતી મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે મોટો નિર્ણય લીધો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વ હેઠળ નિયામક મંડળે દૂધના ખરીદ ભાવમાં સીધો ₹25 પ્રતિ કિલો ફેટનો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ મહેસાણા સહિત ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પ્રતિ કિલો ફેટના મળશે ₹855 ડેરી દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ, અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ ₹830 ચૂકવવામાં આવતા હતા, જે હવે વધીને ₹855 થઈ ગયા છે. મોંઘવારી, પશુદાણ અને ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે દૂધસાગર ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. પશુપાલકોની આવકમાં થશે મોટો વધારો ડેરીના આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોની આવકમાં સીધો વધારો…

ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, ગાજવીજ સાથે ફૂંકાશે 40થી 50 કિમીની ઝડપે પવન

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, ત્યારે આગામી 30 મેથી 2 જૂન દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. હવામાન વિભાગ મુજબ, આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 30 મેના રોજ ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેના રોજ નીચેના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે: – કચ્છ – બનાસકાંઠા – સાબરકાંઠા – મહીસાગર – પાટણ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 31 મેના રોજ આ…

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરનારને ૨૦ વર્ષની સખત કેદ

– ઘરમાં ઘૂસી નરાધમે આચર્યું હતું પાપ; ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરી પીડિતાને કરી હતી બદનામ – અદાલતે નરાધમને ફટકાર્યો ₹૪૧,૦૦૦નો દંડ; ભોગ બનનાર સગીરાને ₹૧ લાખનું વળતર ચૂકવવા હુકમ પંકજ મકવાણા – નડિયાદ, બુધવાર: ખેડા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતે મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમના આજના યુગમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ પંથકમાં સગીરાને ઘરમાં એકલી જોઈ ધમકીના જોરે હવસનો શિકાર બનાવનાર અને ત્યારબાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બ્લેકમેઇલ કરનાર નરાધમ આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને કુલ ₹૪૧,૦૦૦નો દંડ અને પીડિતાને ₹૧ લાખનું આર્થિક વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.…

ગુજરાતમાં MD ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ: કોંગ્રેસ સાથે જોડાયેલા સ્થાનિક નેતાની ATSએ કરી ધરપકડ

ગુજરાત ATSએ વલસાડ જિલ્લાના વાપીમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્ક્રેપના ગોડાઉનની આડમાં ચાલી રહેલી MD ડ્રગ્સ બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી પર ATSએ દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. વાપીના ગોડાઉન પર ATSની રેડ ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ ભંગારના વેપારની આડમાં ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. ATSએ સ્થળ પરથી 2.377 કિલો મેફેડ્રોન (MD ડ્રગ્સ) તેમજ 0.658 કિલો શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કર્યો છે. ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સ્થાનિક આગેવાનની ધરપકડ ઝડપાયેલા આરોપીઓમાં…

અમિત શાહનો ગુજરાત પ્રવાસ: વિકાસ કામોના લોકાર્પણથી લઈ સંગઠન બેઠકો સુધી વ્યસ્ત કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને સંગઠનાત્મક બેઠકો યોજાશે. વડસરમાં વિકાસકાર્યોના લોકાર્પણ 28 મેના રોજ અમિત શાહ ગાંધીનગરના વડસર ખાતે જેડવા તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત મોટી ભોંય વિસ્તારમાં નવી પે સેન્ટર પ્રાથમિક શાળાનું પણ તેઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમોથી સ્થાનિક વિસ્તારમાં શૈક્ષણિક અને જાહેર સુવિધાઓમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. ભાજપ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી Amit Shah ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. ખાસ કરીને તેઓ ગાંધીનગરના ભાજપ કાર્યકર્તા ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને ભોજન પણ લેશે. આ મુલાકાતને સંગઠનાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી…

ગુજરાતમાં વરસાદની આગાહી: ખેડૂતો માટે રાહતના સમાચાર, 3 દિવસ મેઘરાજાની મહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો શક્ય હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી થોડી રાહત મળશે. 30 મેથી વરસાદી માહોલની શરૂઆત હવામાન વિભાગ અનુસાર મે મહિનાના અંતિમ દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ત્યારબાદ 31 મેના રોજ દાહોદ અને…

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

પાકિસ્તાનમાં મંગળવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂકંપના ઝાટકાઓ અનુભવાતા જ લોકો તાત્કાલિક ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર હાલ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ મંગળવારે સાંજે લગભગ 7:35 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 90 કિલોમીટર ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. લોકોમાં ગભરાટનો માહોલ ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ખુલ્લા વિસ્તારોમાં એકત્ર થયા હતા. અનેક વિસ્તારોમાં લોકો ડરના કારણે ફરી ઘરમાં જવા તૈયાર નહોતા. જો કે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયાની માહિતી સામે આવી…

પેટ્રોલ-ડિઝલ અછત વચ્ચે ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 200 લીટર સુધી જ મળશે ડિઝલ

ગુજરાત માં પેટ્રોલ અને ડિઝલની વધતી માંગ અને અછત જેવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના પુરવઠા વિભાગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય ખેતીના ઉપયોગ માટે મહત્તમ 200 લીટર સુધી જ ડિઝલ આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડિઝલને લઈને ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતીની તૈયારીઓ શરૂ થતાં ખેડૂતોમાં ડિઝલની જરૂરિયાત વધતા ચિંતા વધી રહી હતી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ડિઝલના વિતરણમાં સંતુલન જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને હવે મર્યાદિત જથ્થામાં જ મળશે ડિઝલ સરકારના નવા નિયમ અનુસાર ખેડૂતો પોતાના વાહન, બેરલ અથવા અન્ય સંગ્રહ સાધન દ્વારા માત્ર 200 લીટર સુધી…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા, 5 ગુજરાતીઓને મળ્યો પદ્મશ્રી

દ્રૌપદી મુર્મૂ એ સોમવારે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર 131 પ્રતિભાશાળી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. કલા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન, સામાજિક સેવા અને રમતગમત સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય બદલ આ સન્માન આપવામાં આવ્યું. આ વર્ષે કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણ આ પ્રસંગે દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર ને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો એવોર્ડ અભિનેત્રી હેમા માલિની એ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદન સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. અલકા યાજ્ઞિકથી ઉદય કોટક સુધી અનેક હસ્તીઓને…

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ચોમાસાને લઈને મોટી આગાહી, ગુજરાતમાં 10થી 12 આની વરસાદની સંભાવના

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 25 મેના રોજ યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ગુજરાતના આગામી ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ સામે આવી છે. રાજ્યભરના 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન વિશ્લેષકોએ વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના અનુમાન રજૂ કર્યા હતા. આગાહીકારોના મતે ચાલુ વર્ષે ગુજરાતમાં 10થી 12 આની એટલે કે અંદાજે 75 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે જૂન મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં વાવણીલાયક વરસાદ પડી શકે છે. બે તબક્કામાં વાવણીની શક્યતા પરિસંવાદમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ એવી વાવણી અંગે પણ આગાહી કરવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ખેડૂતોને બે તબક્કામાં વાવણી કરવાની…