સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની પડતર માંગણીઓ સ્વીકારું છું અને જાહેર કરું છું કે જો દિલ્હીમાં અમારી સરકાર બનશે, તો અમે ધોબી સમુદાય કલ્યાણ બોર્ડની રચના કરીશું. -> પ્રેસ યાર્ડને નિયમિત કરવાની પ્રક્રિયા ફરી શરૂ થશે:કેજરીવાલ :- ધોબી સમુદાયના લોકો બોર્ડને તેમની સમસ્યાઓ અને સૂચનો આપી શકશે. આ ઉપરાંત, અમારી સરકાર ધોબી સમુદાયના પ્રેસ યાર્ડને નિયમિત કરશે અને લાઇસન્સિંગ પ્રક્રિયા ફરી શરૂ કરશે. વીજળી અને પાણીના ચાર્જ તેમની પાસેથી ઘરેલુ ચાર્જ તરીકે લેવામાં આવશે, કોમર્શિયલ ચાર્જ તરીકે નહીં. તેમના બાળકો માટે સારું શિક્ષણ અને શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરવામાં આવશે અને યુવાનોને કૌશલ્ય…

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપારને લઇને કર્યુ મોટુ એલાન, કહી 10 ટકા ટેરિફ લગાવવાની વાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી અને વ્યસનકારક છે.”અમે ચીન પર 10% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ,” ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, અમે ચીન પર 10 ટકા ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે જે ચીન દ્વારા મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનાઇલ…

બુમરાહ પછી આ ખેલાડી છે બીજો સૌથી ખતરનાક બોલર, સૌરવ ગાંગુલીએ કહ્યું….

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એવા બોલર વિશે વાત કરી છે. જે જસપ્રિત બુમરાહ પછી ભારતના બીજા સૌથી ખતરનાક બોલર છે. આપને જણાવી દઈએ કે, બુમરાહને માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવે છે. બુમરાહ હવે એવો બોલર છે. જેને ઓલ ટાઈમ ગ્રેટેસ્ટની શ્રેણીમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે બુમરાહ પછી ભારતનો બીજો સૌથી ખતરનાક બોલર કોણ છે? આ સવાલ પર સૌરવ ગાંગુલીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. સૌરવ ગાંગુલીએ મોહમ્મદ સિરાજને નહીં પરંતુ મોહમ્મદ શમીને બુમરાહ બાદ ભારતનો બીજો સૌથી ખતરનાક બોલર ગણાવ્યો છે. કોલકાતામાં એક ખાનગી કાર્યક્રમમાં બોલતા ગાંગુલીએ શમીની પ્રશંસા કરી અને તેને ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો.ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને શમી વિશે…

બસના પાસ માટે વિદ્યાર્થીઓને હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, આવી રીતે કરો E- Passની અરજી

B INDIA અમદાવાદ : ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થિનીઓને એસ.ટી. નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે.એસ.ટી. નિગમના ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, ઈ-પાસ સિસ્ટમની વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. pass.gsrtc.in વેબસાઈટ પરથી પાસ માટે અરજી કરી શકશે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી. વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન-કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે…

ખેડામાં વધુ એકવાર લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો! મુસ્લિમ બુટલેગરે હિન્દુ મહિલાનું કર્યુ શોષણ

B INDIA ખેડા : ખેડાનાં નડિયાદમાં વધુ એકવાર લવજેહાદનો મામલો ગરમાયો છે. એક મુસ્લિમ બુટલેગર દ્વારા હિન્દૂ મહિલાનો શોષણ કર્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બુટલેગર રઈશ મહીડા મહિલાનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. નડિયાદના કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ હિન્દુ મહિલાનું ધાક ધમકીથી શોષણ કરતો હતો. પોલીસ ફરિયાદમાં પેરાલિસીસથી પીડિત નાગરિકના પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણનો ચોકાવાનારો ઘટસ્ફોટ થયો છે. આ વિર્ધર્મી શખસે ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને ફસાવી હતી. મહિલાના પતિ સાથે મુલાકાત કરી વિધર્મી રઈશ મહીડા ઘર સુધી પહોંચી ગયો હતો. તાજેતરમાં જ SMCના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો. મહત્વનું છે કે, આરોપી રઈશ મહીડા ઉપર પાંચ પ્રોહી ગુના દાખલ છે. નડીયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો બુટલેગરનો વિસ્તારમાં…

મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા

–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:–     B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે.   આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ…

માળીયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન

હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા  28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા થતા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે.       આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજયબાપુ સતાધાર, અશ્વિન્ગીરી ચોટીલા ચામુંડા માતાજી મહંત, સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ બેલી માં, આઈ શ્રી દેવલ માં સહિત માતાજી અને ખાસ આ તકે…

લીંબડી ખાતે તાલુકા (ઘટક) કક્ષા નો પોષણ ઉત્સવ ૨૦૨૪ નો કાર્યક્રમ યોજાયો

આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન ડી. ડી.ઓ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર ,હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર, સી.એમ.ટી.સી ન્યૂટ્રીશન સખી વન સ્ટોપ, તાલુકા વિસ્તાર અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ. સી.ડી.પી.ઓ,સુપરવાઈઝર બહેનો, પી.એસ.ઇન્સ,આંકડા મદદનીશ, પોષણ અભિયાન કો.ઓર્ડી, ન્યુ ટ્રીશન, અને આંગણવાડી હેલ્પ વર્કર, બહેનો, લાભાર્થીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO, સુપરવાઈઝર ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરે જહેમત ઉઠાવી હતી.     આ પોષણ ઉત્સવ દરમ્યાન કુલ ૩૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી. જેમાંથી મિલેટ /THR વાનગીના 3 – 3 નંબર મેળવનાર વિજેતાને ઈનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.…

દેવભૂમિ દ્વારકાનાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, 7 ટાપુ પરથી દૂર કરાયા દબાણ

B INDIA દ્વારકા : બેટ દ્વારકા પછી દ્વારકામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકાનાં 7 ટાપુ પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી હતી. દ્વારકા જીલ્લામાં કુલ 36 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા હતા. ચુસ્ત બંદોબસ્ત સાથે 36 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખાલી કરાવવામાં આવી હતી..રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ હવે 100 ટકા દબાણ મુક્ત થઈ ગયા છે. સાત ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જિલ્લા તંત્ર દ્વારા સાત ટાપુઓને દબાણમુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો.દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન…

સંજય રોયને આજીવન કેદ મમતા સરકારને નથી મંજુર, ફાંસીની સજા અપાવવા માટે હાઇકોર્ટમાં માંગ

પશ્ચિમ બંગાળ સરકાર આરજી કાર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસમાં કોલકાતા હાઈકોર્ટમાં પહોંચી છે. મમતા સરકારે આ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરવાના સિયાલદહ કોર્ટના નિર્ણય સામે આ વલણ અપનાવ્યું છે. એડવોકેટ જનરલ કિશોર દત્તાએ જસ્ટિસ દેવાંશુ બાસાકની ખંડપીઠમાં અરજી દાખલ કરીને સંજય રોયને મૃત્યુદંડની માંગણી કરી છે. RGKar રેપ-મર્ડર કેસમાં સજાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં એવી અટકળો હતી કે ગુનેગારને ફાંસીની સજા થશે પરંતુ તે મહત્તમ સજામાંથી બચી ગયો. -> સિયાલદહ કોર્ટે મોતની સજા કેમ ન આપી? :- સજાની જાહેરાત પહેલા થયેલી સુનાવણીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે આ સમગ્ર કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો ન હતો. તેનો અર્થ એ…