કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત: પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. 14 થી 23 એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી. આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના…
#ચૂંટણી પ્રપંચ/ હવે ગુજરાતમાં ભોજપુરી-બિહારી ઠુમકાથી જીતાશે ચૂંટણી, એમ ?
ગુજરાતમાં ચૂંટણી મતદાર જાગૃતિ અભિયાનનું સ્થર આટલુ બધુ નીચે ચાલ્યુ જાય તે દુ:ખ વિષય કહી શકાય. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારે તો ! તો બોલાવી જ દીધો તે કહેવુ અતિશયોક્તિ નહીં લાગે. પ્રચારમાં ધમકી આપી શકાય(ગર્ભીત તો ખરી જ પણ ખુલ્લે આમ), પ્રચારમાં પક્ષપલટો કરાવીને જ રહેશું તેવુ કહી શકાય, પ્રચારામાં મુદ્દા વિહોણો પ્રચાર કરી શકાય, પ્રચારમાં પ્રપંચ સમરૂપ વચન નો ઉપયોગ કરી શકાય, તો મતદાર જાગૃતિ અભિયાનમાં કોઇ ગીત કે સંગીતનાં તાલે થીરકવામાં વાંધો શું?
ખરબુચા ખરીદતી વખતે ન કરો આ ભૂલો, ઘરે આવીને આવું રાખશો તો લાંબા સમય સુધી રહેશે તાજું
ગરમીના મોસમમાં ખરબુચા સૌથી વધુ પસંદ કરાતું ફળ છે. તેનું મીઠું સ્વાદ અને વધુ પાણીની માત્રા શરીરને તરત તાજગી આપે છે. ખરબુચા ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનથી બચવામાં મદદ મળે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે ખરબુચા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખરબુચા (ટેટી) આરોગ્ય લાભો ટેટી માં વિટામિન A, C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચા અને ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે પાચનક્રિયા સુધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઓછું કેલરી હોય છે, એટલે વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે. ખરબુચા ને સ્ટોર કરવાની યોગ્ય રીતબજારમાંથી ટેટી લાવ્યા પછી તેને તરત જ ફ્રિજમાં મૂકવાની જરૂર નથી. જો ખરબુચા કાપેલું ન…
“પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા
પ્રશ્ન અહીં એ છે કે જ્યારે કોઇ પણ પક્ષ લાંબા અને તે પણ જો બે-ત્રણ દસકાથી સત્તામાં હોય તો એન્ટીઇન્કમબસી હોય જ છે અને તે સ્વાભાવી છે સાથે સાથે તમામ પક્ષો પણ જાણે જ છે. તો પછી સત્તાપક્ષ જે પ્રશ્નો ને કારણે ડિફેન્સની સ્થિતિમાં મુકાય છે તે પ્રશ્નને એટેન્ડ કરવા કે મેનેજ કરવા સક્ષમ હોય તેવા નેતા કે કાર્યકરને કેમ ટીકીટ નથી આપતી તે એક પ્રશ્ન સત્તાપક્ષને અને પ્રજાનાં પ્રશ્નો આટલી હદે છે કે હતા તો તે મામલે વિપક્ષે શું કર્યુ અથવા તો સ્થાનિક મુદ્દા કેમ કોઇ જગ્યા પર ચર્ચા વિચારણામાં આવ્યા કે લેવામાં આવ્યા નહીં, તે એક પ્રશ્ન વિપક્ષને.
વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ
અમદાવાદ, (23 એપ્રિલ 2026) : વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ (ABC) અને ગુજરાતી બુક ક્લબ (GBC) ના સહયોગથી “યુનાઇટિંગ રીડર્સ” શીર્ષક હેઠળ એક અર્થસભર અને પ્રેરણાદાયી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરભરના વાંચનપ્રેમીઓ અને સાહિત્ય રસિકો એકત્રિત થયા હતા. કાર્યક્રમની શરૂઆત સાંજે 4:00 વાગ્યે મહેમાનોના આગમન અને હાઈ-ટી સાથે થઈ, ત્યારબાદ હાર્દિક સ્વાગત અને જ્ઞાન તથા પ્રેરણાના પ્રતિકરૂપે દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વી. નંદકુમાર સાહેબ (આઈઆરએસ, આવકવેરા કમિશનર, આવક વિભાગ, નાણાં મંત્રાલય) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માનનીય મહાનુભાવો તરીકે મૈત્રીદેવી સિસોદિયા (ડેપ્યુટી કલેક્ટર), ખુરશીદ રવજી (વાંચનપ્રેમી, અમદાવાદ બુક ક્લબ), સ્નેહલ પટેલ (કો-ચેરમેન, પી.સી. સ્નેહલ ગ્રુપ) અને અંકિત પારીખ (સભ્ય,…
અમદાવાદ ગ્રામ્યના માર્ગો પર ગુંજ્યો ‘અચૂક મતદાન’નો નાદ: જાગૃતિ રેલી અને માનવ સાંકળ દ્વારા મતાધિકારનો સંદેશ પ્રસરાવાયો
26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં SVAP (State Voters Awareness Programme) અંતર્ગત જનજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ભવ્ય ‘મતદાન જાગૃતિ રેલી’ અને ‘માનવ સાંકળ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમમાં જોડાઈને નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં આકર્ષક બેનરો અને પ્લેકાર્ડ્સ ધારણ કર્યા હતા, જેના પર ‘મત આપવો એ આપણી ફરજ છે’ અને ‘જાગૃત મતદાતા, લોકશાહીનો ભાગ્યવિધાતા’ જેવા પ્રેરણાદાયી સૂત્રો લખેલા હતા. ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લાંબી માનવ સાંકળ રચીને…
મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?
ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય કેન્સર છે. પરંતુ સારા સમાચાર એ છે કે સમયસર લેવામાં આવેલી HPV વેક્સિન આ રોગના જોખમને ઘણો ઓછો કરી શકે છે. HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન કેવી રીતે કામ કરે છે? HPV એ એક એવો વાયરસ છે, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. HPV વેક્સિન શરીરને આ વાયરસ સામે લડવાની ક્ષમતા આપે છે. ઓન્કોલોજિસ્ટ ડૉ. જ્યોતિ વાધવાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે અને પરિણામે કેન્સર થવાની શક્યતા પણ ઓછી કરે છે. કઈ ઉંમરે લેવાય HPV વેક્સિન? 1. 9 થી 14…
શિવાજી મહારાજના ઈતિહાસ પર ઉઠ્યો વિવાદ, રિતેશ દેશમુખનો તીખો પ્રતિકાર
બોલિવૂડ એક્ટર Riteish Deshmukhની ફિલ્મ ‘રાજા શિવાજી’ હાલમાં ભારે ચર્ચામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને Chhatrapati Shivaji Maharajના પાત્રને કેવી રીતે રજૂ કરવામાં આવ્યું છે તે મુદ્દે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ટ્રેલર બાદ કેમ થયો વિવાદ? ફિલ્મના ટ્રેલરમાં એક સીન ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવાજી મહારાજ (રિતેશ દેશમુખ) એક પાત્રને ખુલ્લેઆમ વાઘ નખ (ટાઈગર ક્લો) બતાવતા જોવા મળે છે. આ સીનને લઈને યુઝર્સનો દાવો છે કે ઇતિહાસ પ્રમાણે શિવાજી મહારાજે અફઝલ ખાન પર હુમલો કરતા પહેલા વાઘ નખ છુપાવી રાખ્યા હતા, જાહેરમાં બતાવ્યા નહોતા. રાજકીય પ્રતિસાદ પણ આવ્યો આ મુદ્દે ભાજપ નેતા Suresh Nakhuaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીકા કરી…
ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર
પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ ગોવિલ,દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રા Dhirendra Krishna Shastri ના આમંત્રણ પર યોજાઈ હતી. ઢોલ-નગારા અને ભક્તિના જયઘોષ વચ્ચે યાત્રા નીકળી, જેમાં લોકો દ્વારા ફૂલોની વર્ષા કરીને કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વાતાવરણ “જય શ્રી રામ” ના નાદથી ગૂંજી ઉઠ્યું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. રામાયણમાં ‘રામ-સીતા-લક્ષ્મણ’ તરીકે લોકોના દિલોમાં વસેલા આ કલાકારોને એકસાથે જોઈને અનેક ભક્તો ભાવુક બની ગયા. ઘણા…
શું તમે ખાઈ રહ્યા છો નકલી પનીર? સાવધાન! આ 4 રીતોથી કરો અસલી–નકલીની ઓળખ, હોટેલ–રેસ્ટોરન્ટમાં ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ!
આજકાલ બજારમાં નકલી પનીરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. કેટલાક લોકો દૂધની જગ્યાએ કેમિકલ અને એસિડનો ઉપયોગ કરીને પનીર બનાવી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ખાસ કરીને હોટલ–રેસ્ત્રાંમાં મળતું પનીર ક્યારેક શંકાસ્પદ હોઈ શકે છે. તેથી, ગ્રાહકો માટે સાવધાન રહેવું અત્યંત જરૂરી છે. નકલી પનીર કેવી રીતે ઓળખશો? (આ 4 સરળ રીતો અજમાવો) ટેક્સચર ટેસ્ટ (Texture Test) અસલી પનીર નરમ અને દબાવતાં તૂટી જાય છે, જ્યારે નકલી પનીર વધુ રબર જેવું અને કઠણ લાગે છે. પાણી ટેસ્ટ (Water Test) પનીરને ગરમ પાણીમાં મૂકો. અસલી પનીર તેની સુગંધ અને સ્વાદ જાળવે છે, જ્યારે નકલી પનીર ગંધ છોડે અથવા તૂટવા લાગે છે. આયોડિન ટેસ્ટ (Iodine Test) પનીર પર આયોડિન નાખવાથી જો તે નિલો (Blue)…
















