સમર સ્પેશિયલ ટ્રેન: રેલવે દ્વારા અનેક સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ, રૂટ અને બુકિંગની સંપૂર્ણ માહિતી જાણો
ભારતીય રેલવે દ્વારા ગરમીના મોસમમાં મુસાફરોને સુવિધા આપવા માટે અનેક સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં વેકેશન શરૂ થતાં મુસાફરીમાં વધારો થાય છે. આવા સમયે લાંબી વેઇટિંગ લિસ્ટ અને ભીડને નિયંત્રિત કરવા માટે આ ટ્રેનો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વેસ્ટર્ન રેલવેની ખાસ પહેલ Indian Railways અને વેસ્ટર્ન રેલવે દ્વારા શરૂ કરાયેલ આ સમર સ્પેશિયલ ટ્રેનો ખાસ કરીને ગુજરાત અને પૂર્વ ભારત વચ્ચે મુસાફરી કરનારા લોકોને મોટી રાહત આપશે. સમર સ્પેશિયલ ટ્રેનોની વિગત ટ્રેન નંબર 09480 – હાવડા – વટવા સમર સ્પેશિયલ તારીખ: 22 અને 28 એપ્રિલ 2026 પ્રસ્થાન: સાંજે 7:00 વાગ્યે હાવડા આગમન: ત્રીજા દિવસે બપોરે 12:15 વાગ્યે વટવા ટ્રેન નંબર 09431 – સાબરમતી – આસનસોલ સમર સ્પેશિયલ તારીખ:…
ટ્રેન્ડિંગ સમર રેસીપી 2026: ગરમીમાં ઠંડક અને ટેસ્ટનો પરફેક્ટ કોમ્બિનેશન
ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપતી અને સ્વાદમાં લાજવાબ એવી વાનગીઓ 2026માં ખુબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પાણીથી ભરપૂર ફળો, લાઇટ ફૂડ અને “સ્વીસી” (Sweet + Spicy) ફ્લેવર્સ લોકોમાં ખુબ લોકપ્રિય બની રહ્યા છે. આવો જાણીએ કેટલીક ટ્રેન્ડિંગ સમર રેસીપી વિશે: 1. આમ પન્ના (Aam Panna) શા માટે ટ્રેન્ડમાં છે: આમ પન્ના ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને લૂથી બચાવે છે. સામગ્રી: કાચા કેરી, પુદીના, કાળું મીઠું, ભૂનો જીરુ, ખાંડ બનાવવાની રીત: કાચી કેરી ઉકાળો → ગૂંદ કાઢો → મસાલા મિક્સ કરો → ઠંડું પાણી ઉમેરી સર્વ કરો 2. વોટરમેલન મિન્ટ કુલર શા માટે ટ્રેન્ડમાં છે: તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. સામગ્રી: તરબૂચ, પુદીના, લીંબુનો રસ, કાળું મીઠું બનાવવાની રીત:…
ચૂંટણી આચારસંહિતાને કારણે 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મોકૂફ, હવે 30 એપ્રિલે યોજાશે
નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે નહીં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે. એટલું જ નહિ, તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. સૌ સંબંધિતોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમના ખાસ ફરજ પરના અધિકારીશ્રી દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજનના આ ફેરફારની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. Follow us On…
અમદાવાદની અમૃતા વિદ્યાલયમાં ‘સ્વેપ’ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિના શપથ લેવાયા
આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઘાટલોડિયા સ્થિત અમૃતા વિદ્યાલય ખાતે શિક્ષકો દ્વારા એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પોતાની મૌલિક શૈલીમાં લોકશાહીના પર્વની મહત્તા સમજાવતા ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને સમગ્ર વાતાવરણમાં ગુંજતો કર્યો હતો. લોકશાહીના પાયાને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યોએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં અમૃતા વિદ્યાલયના શિક્ષકોએ જાગૃત નાગરિક તરીકેની પોતાની ભૂમિકા સુપેરે નિભાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક પોતાની ફરજ સમજીને મતદાન કરે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો…
અમદાવાદમાં ફિક્કીના 100 વર્ષનો ભવ્ય પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની…
ચિપચિપાટી ગરમીમાં પણ ચહેરો રાખો તાજું અને ગ્લોઇંગ – 4 અસરકારક ઘરેલુ ફેસ પેક
ચિપચિપાહટભરી ગરમીમાં ચહેરો નિરસ, ઓઇલી અને થાકેલો લાગવો સામાન્ય છે. પણ હવે ચિંતા નહીં! ઘરે જ મળતી સરળ વસ્તુઓથી તમે બનાવી શકો છો એવા ફેસ પેક, જે તમારી સ્કિનને રાખશે ફ્રેશ, બ્રાઇટ અને ગ્લોઇંગ. સૌથી સારી વાત એ છે કે આ બધું સસ્તું અને કેમિકલ ફ્રી છે. ચાલો જાણીએ એવા 4 અસરકારક ફેસ પેક વિશે: 1. દહીં અને બેસન ફેસ પેક ગરમીમાં ટાન અને ઓઇલી સ્કિન માટે આ બેસ્ટ છે. બનાવવાની રીત: ચમચી બેસન ચમચી દહીં થોડું હળદર આ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. સ્કિન સાફ થાય છે અને ગ્લો આવે છે. 2. ટામેટા અને મધ ફેસ પેક ટામેટું નેચરલ બ્લીચ તરીકે કામ કરે છે. બનાવવાની રીત: ટામેટાનો રસ…
વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ
પશ્ચિમ બંગાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે ? વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, ‘X’ પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે રવિવારના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મારી ચાર જાહેર સભાઓ દરમિયાન મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ માણ્યો. ઝાલમુરી કેમ આટલી પ્રખ્યાત ? ઝાલમુરી ફક્ત કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલા, મમરા,…
સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ
20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે .જેમાં તે સેટર ડે નાઈટ અને જન્મદિવસની ઉજવણી માણતી જોવા મળે છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણી દારુ પીને જન્મદિવસ ઉજવી રહી છે. સાધ્વીથી મમતા કુલકર્ણી, આ વાત લોકોને ખૂબ ખટકી છે. મમતા કુલકર્ણીએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક લોકો સાથે જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. મમતા કુલકર્ણીએ મોર્ડન ડ્રેસ પહેર્યો છે, તેની સાથે રહેલા લોકો પણ પાર્ટીના મૂડમાં જોવા મળે છે અને તેમના ટેબલ પર વાઈન અને અલગ…
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર
મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસ્કૃતિ જયના આ ફિલ્મમાં ‘સત્યભામા’ ના મહત્વપૂર્ણ અને શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. તેના રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મોટો મોકો મેળવ્યો છે. ટ્રેલરમાં તેની શાહી અંદાજ, અભિનય અને વ્યક્તિત્વે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક ગજ્જરએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાનકૃષ્ણના પાત્રમાં છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પવિત્ર પાત્રમાં નજરે પડશે. પૌરાણિક અને ભક્તિભાવથી ભરપૂર આ ફિલ્મ…
અક્ષય તૃતીયા 2026: સોનું ખરીદવાની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
અક્ષય તૃતીયા (Akshaya Tritiya) હિંદુ અને જૈન ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવતો તહેવાર છે. આ દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. “અક્ષય” શબ્દનો અર્થ છે – જે ક્યારેય ક્ષય પામતું નથી, એટલે કે આ દિવસે કરવામાં આવેલ સારા કાર્ય, દાન અને પૂજા અક્ષય ફળ આપે છે એવું માનવામાં આવે છે. આ પાવન દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. માન્યતા મુજબ આ દિવસે સોનુ ખરીદવું ખૂબ શુભ ગણાય છે, કારણ કે તે સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. તેથી જ બજારોમાં સોનાની ખરીદી માટે ખાસ ભીડ જોવા મળે છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. કહેવાય છે કે આ દિવસે પરશુરામનો જન્મ થયો હતો, જે ભગવાન…















