દેવભૂમિ દ્વારકાનાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, 7 ટાપુ પરથી દૂર કરાયા દબાણ

B INDIA દ્વારકા : બેટ દ્વારકા પછી દ્વારકામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકાનાં 7 ટાપુ પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી હતી. દ્વારકા જીલ્લામાં કુલ 36 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા હતા. ચુસ્ત બંદોબસ્ત સાથે 36 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખાલી કરાવવામાં આવી હતી..રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ હવે 100 ટકા દબાણ મુક્ત થઈ ગયા છે. સાત ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જિલ્લા તંત્ર દ્વારા સાત ટાપુઓને દબાણમુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો.દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન…

સંજય રોયને આજીવન કેદ મમતા સરકારને નથી મંજુર, ફાંસીની સજા અપાવવા માટે હાઇકોર્ટમાં માંગ

પશ્ચિમ બંગાળ સરકાર આરજી કાર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસમાં કોલકાતા હાઈકોર્ટમાં પહોંચી છે. મમતા સરકારે આ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરવાના સિયાલદહ કોર્ટના નિર્ણય સામે આ વલણ અપનાવ્યું છે. એડવોકેટ જનરલ કિશોર દત્તાએ જસ્ટિસ દેવાંશુ બાસાકની ખંડપીઠમાં અરજી દાખલ કરીને સંજય રોયને મૃત્યુદંડની માંગણી કરી છે. RGKar રેપ-મર્ડર કેસમાં સજાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં એવી અટકળો હતી કે ગુનેગારને ફાંસીની સજા થશે પરંતુ તે મહત્તમ સજામાંથી બચી ગયો. -> સિયાલદહ કોર્ટે મોતની સજા કેમ ન આપી? :- સજાની જાહેરાત પહેલા થયેલી સુનાવણીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે આ સમગ્ર કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો ન હતો. તેનો અર્થ એ…

ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ નોંધાવી, જાણો શું છે મામલો

બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માએ AAP વડા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમના પર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.કેજરીવાલ સામે ચૂંટણી લડી રહેલા વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર પંજાબમાંથી મળેલા ફંડથી નવી દિલ્હીમાં ખુરશીઓ વહેંચવાનો આરોપ લગાવ્યો છે. વર્માએ કહ્યું કે આરોપી અરવિંદ કેજરીવાલ, જે અહીંના ધારાસભ્ય અને સીએમ પણ હતા, તેમણે કોઈ કામ કર્યું નથી. પરંતુ, જ્યારે MCC અમલમાં આવ્યો – જે રીતે તેઓએ પંજાબમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કરીને ખુરશીઓનું વિતરણ કરવાનું શરૂ કર્યું – મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને મને આશા છે કે તેઓ યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસે આ સીટ પરથી સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. ભારતના ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે જાહેર, આજે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

B INDIA અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી સંભાવના છે. આજે 69 નગરપાલિકામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ સાથે જ 2 જિલ્લા પંચાયત અને એક મનપામાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં 69 નગર પાલિકા સાથે 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણીઓ થઇ શકી નથી. જેની આજે જાહેરાત થઈ શકે છે. આ સાથે જૂનાગઢ મનપાની ચૂંટણી પણ જાહેર થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા…

શપથ લીધા બાદ તુરંત ટ્રમ્પે કહી એવી વાત, ભારત સહિત 11 દેશોમાં મચી ગયો ખળભળાટ

શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે 47માં રાષ્ટ્રપતિ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કમાન સંભાળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિની કમાન સંભાળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આગામી વર્ષોમાં અમેરિકાનું વલણ કેવું રહેશે તેની ઝલક ટ્રમ્પે સમગ્ર વિશ્વને આપી છે.સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. આ આદેશ બાદ તેમણે કંઈક એવું કહ્યું જેનાથી એક સાથે 11 દેશોમાં ખળભળાટ મચી ગયો. આ દેશોમાં ભારત અને ચીનના નામ સામેલ છે. -> ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી આપી હતી :- હકીકતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ચીમકી આપી છે. સોમવારના રોજ શપથ…

IND vs ENG: ‘કોઈને સાબિત કરવાની જરૂર નથી’, T20 ટીમના વાઈસ કેપ્ટન બનાવા પર અક્ષર પટેલની પ્રતિક્રિયા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલનું કહેવું છે કે, તેણે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. અક્ષરને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અક્ષરે પણ ટીમમાં થયેલા ફેરફારો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ બુધવારે કોલકાતામાં રમાવાની છે.વાઇસ-કેપ્ટન સાથે જોડાયેલા સવાલ પર અક્ષરે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સૂર્યકુમાર યાદવ અને પસંદગીકારો એવું ઇચ્છતા હોવાથી તે વાઇસ-કેપ્ટન બન્યો છે. આ ઓલરાઉન્ડરે કહ્યું કે, તેનું ધ્યાન પ્લેઈંગ-11નો ભાગ બનવા પર છે. અક્ષર શુબમન ગિલની ગેરહાજરીમાં વાઇસ-કેપ્ટનનું પદ સંભાળી રહ્યો છે. જેને 2024 T20 વર્લ્ડ કપ પછી આ જવાબદારી સોંપવામાં આવી હતી. અક્ષર વાઈસ-કેપ્ટન બનવું એટલા માટે સમાચારોમાં હતો કારણ કે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં…

IND vs ENG: ‘જો હું ક્રિકેટ છોડી દઉં…’, મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા આપ્યું મોટું નિવેદન

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, જ્યાં સુધી કોઈ ખેલાડી દેશ માટે રમવાની અદમ્ય ભૂખ હોય ત્યાં સુધી તે ઘણી ઈજાઓ પર કાબુ મેળવી શકે છે, કારણ કે તે 14 મહિના પછી રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવાની તૈયારી કરે છે. શમી છેલ્લે નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો. તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના માટે સર્જરીની જરૂર હતી. અનુભવી ફાસ્ટ બોલર બુધવારે તેના હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 સાથે ભારત પરત ફરે તેવી અપેક્ષા છે. તેની ODI ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં પણ પસંદગી થઈ છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શમીએ કહ્યું, “દેશ માટે રમવાની ભૂખ ક્યારેય ખતમ થવી જોઈએ નહીં. જો અમે તમને પ્રેમ કરીએ છીએ,…

ખેડામાં ફિલ્મી ઢબે લૂંટ, લૂંટારુંઓ 1 કરોડ રૂપિયા લઈને ફરાર

B INDIA ખેડા : ખેડામાં લૂંટારુઓ બેફામ બન્યા છે. વડાલા પાટીયા પાસે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. કારમાં આવેલા શખ્સો દ્વારા હાઈવે પર લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસે તપાસમાં હાથ ધરી છે.ખેડાના વડાલા પાટીયા પાસે લૂંટારુંઓ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ધોળા દિવસે હાઈવે પર કારમાં આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. અને એક કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.પ્રથામિક માહિતી પ્રમાણે, આ ઘટનામાં મોટી રકમની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અનાજના વેપારી પાસેથી લગભગ 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ગુનેગારો ફરાર થઈ ગયા છે. અનાજ કરિયાણાના વેપારી નડીયાદ એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડીને…

CM ભુપેન્દ્ર પટેલ કુંભમેળાની લેશે મુલાકાત, આ તારીખે જશે પ્રયાગરાજ

B INDIA અમદાવાદ : ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. પ્રયાગરાજ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં જશે તેવા સમાચાર સામે આવ્યા છે. કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને પક્ષની કામગીરી કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના વિકાસને ગતિ મળે છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે ઉજવણી થઈ રહેલ મહા કુંભ મેળાની મુલાકાત લેશે. મહત્વનું છે કે ભારતમાં કુંભ સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે.દેશમાં વિશિષ્ટ સ્થાનો પર જ કુંભ મેળાની ઉજવણી થતી હોય છે.આ સ્થાનોમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે.આ વર્ષે…

સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારજનોએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ, ફી ન ભરતા અપાઈ હતી સજા!

B INDIA સુરત : સુરત શહેરમાં વિદ્યાર્થિની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ સૌથી ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યા છે કે, ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીને સજા આપવામાં આવી હતી, જે અંગે ખોટું લાગતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાની માહિતી સામે આવી રહી છે. આક્ષેપ અનુસાર, બાળકીને બહાર તો ક્યારેક ટોઈલેટ પાસે ઉભી રાખતા હતા. ધો. 8ની વિદ્યાર્થિનીને સંચાલકો સજા આપતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ મૃતકના પરિવારનું કહેવું છે કે, બે દિવસ સુધી ટોઈલેટ પાસે ઉભી રાખવાની સજા આપી હતી. જેના…