CM ભુપેન્દ્ર પટેલ કુંભમેળાની લેશે મુલાકાત, આ તારીખે જશે પ્રયાગરાજ

B INDIA અમદાવાદ : ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. પ્રયાગરાજ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં જશે તેવા સમાચાર સામે આવ્યા છે. કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને પક્ષની કામગીરી કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના વિકાસને ગતિ મળે છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે ઉજવણી થઈ રહેલ મહા કુંભ મેળાની મુલાકાત લેશે.

મહત્વનું છે કે ભારતમાં કુંભ સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે.દેશમાં વિશિષ્ટ સ્થાનો પર જ કુંભ મેળાની ઉજવણી થતી હોય છે.આ સ્થાનોમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે.આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનાની 13 તારીખે શરૂ થયેલ મહાકુંભ ફેબ્રુઆરીની 26 તારીખ સુધી ચાલશે. આ પહેલા 2013માં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું કુંભમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે.

શાહી સ્નાનમાં ભક્તો ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે. આ વખતે 13મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાનું સ્નાન, 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાનું સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન પણ મહત્વ ધરાવે છે.આ ઉપરાંત આ વખતે પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ અને ત્રીજું શાહી સ્નાન 3જી ફેબ્રુઆરીએ યોજાશે. જણાવી દઈએ કે, 3જી ફેબ્રુઆરીના રોજ હિંદુ ધાર્મિક તિથિ મુજબ વસંતપંચમીનો દિવસ છે. વસંતપંચમીનો દિવસ હિંદુ પરંપરામાં બહુ ખાસ માનવામાં આવે છે. અને ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના રોજ મહાકુંભની મુલાકાતે જવાના છે.

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *