અખિલેશ પહોંચ્યા પ્રયાગરાજ, ગંગામાં લગાવી ડૂબકી, કહ્યું અહીં વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા હોવી જરૂરી

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહાકુંભમાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ અવસર પર મહાકુંભમાં સ્નાન કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે બધા લોકો આમંત્રણ વિના કુંભમાં આવે છે. લોકો અહીં પોતાની અંગત માન્યતાઓ સાથે આવે છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે મેં સંગમમાં 11 વખત ડૂબકી લગાવી છે. . ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વિભાજનકારી અને નકારાત્મક રાજનીતિ માટે કોઈ સ્થાન નથી. જે દિવસે મેં હરિદ્વારમાં ડૂબકી લગાવી તે એક ઉત્સવ હતો. આજે મને અહીં પવિત્ર સ્નાન કરવાનો અવસર મળ્યો. -> ‘વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ’ :- સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે સરકારમાં બેઠેલા લોકોએ આ ઈવેન્ટને સ્પોર્ટ્સ ઈવેન્ટ ન બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે મેં જોયું છે કે…

અમદાવાદ: કોલ્ડપ્લેને લઈને રિક્ષા ચાલકોએ લીધો મોટો નિર્ણય, 1 લાખ રિક્ષાઓ સ્ટેન્ડબાય પર

સંગીત પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે. ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરના ચાહકોને કોઈ અસુવિધા ન થાય તે માટે રિક્ષા ચાલકોએ પણ એક ખાસ નિર્ણય લીધો છે. યુનિયને તમામ રિક્ષા ચાલકોને વધુ ભાડું ન વસૂલવા અને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.     નોંધનીય છે કે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટેક્સી બુકિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, અમદાવાદ રિક્ષા યુનિયને 1 લાખ રિક્ષાઓને સ્ટેન્ડબાય પર રાખી છે. આ ઉપરાંત, યુનિયને એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે જેમાં મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે રિક્ષા ચાલકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.   આ અંગે વાત કરતા અમદાવાદ રિક્ષા ડ્રાઈવર…

હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ હવે એક પછી એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી.AFPના અહેવાલ મુજબ, ચાર સૈનિકો (કરિના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલ્બાગ) ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. -> તેલ અવીવમાં ખુશીની લહેર :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલાં, હમાસના બંદૂકધારીઓ અને લોકોનુ મોટુ ટોળુ ગાઝા શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર પર એકઠું થયુ હતું. મહિલાઓને પેલેસ્ટાઇનના વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવી હતી. તેમણે સ્મિત કર્યું અને ભીડ તરફ હાથ લહેરાવ્યો. પછી તેઓ રેડ ક્રોસના વાહનોમાં સવાર થયા. ગાઝામાં ચાર બંધકોને રેડ ક્રોસને…

રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ, પિતાએ જ પોતાની પરણિત દીકરીનાં પ્રેમીની કરી હત્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પિતા પોતાની પરણિત દીકરીને પોતાના ઘરમાં તેના પ્રેમી સાથે જોઈ જતા પ્રેમીને છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દેતા મોત થયું હતું. ત્યારે સમગ્ર મામલે દીકરીના પ્રેમીની હત્યા કરનારા પિતાની પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ઉપલેટા ખાતે અગાઉ બેન્ક લોન કરાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે બુધવારના રોજ રાજકોટ આવ્યો હતો. ત્યારે પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે તે તેણીના રેલનગર ખાતે આવેલા ઘરે પહોંચ્યો હતો. જ્યાં સાંજના સમયે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી પોતાની પરિણીત દીકરીને તેના પ્રેમી સાથે જોઈ જતા બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. બોલાચાલી અંતર્ગત પિતા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી છરી વડે યુવકના…

રોહિત બન્યો 2024ની સર્વશ્રેષ્ઠ T20 ટીમનો કેપ્ટન, ચાર ભારતીયોમાં વિરાટ-SKYનું નામ નથી

શુક્રવારે સર્વશ્રેષ્ઠ ODI અને ટેસ્ટ ટીમ જાહેર કર્યા બાદ ICCએ પણ શનિવારે સર્વશ્રેષ્ઠ T20 ટીમની જાહેરાત કરી હતી. ICCએ 2024ની સર્વશ્રેષ્ઠ પુરૂષ ટીમમાં ચાર ભારતીયોનો સમાવેશ કર્યો છે, પરંતુ તેમાં ન તો વિરાટ કોહલીનું નામ છે અને ન તો વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ. આ બંને ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા. આ સાથે જ ટીમની કમાન વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત અને વિરાટે T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે જ મહિલા ટી20ની સર્વશ્રેષ્ઠ ટીમમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિ મંધાના, રિચા ઘોષ ઉપરાંત દીપ્તિ શર્માનું નામ છે. ભારતની ટીમમાં સૌથી વધુ ત્રણ ખેલાડી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓએ…

કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર!

B INDIA અમદાવાદ : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર છે. તો બીજી તરફ ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ કાર્યક્રમ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત છે. કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, NSG ટીમ અને 400 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર્સ અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં પહોંચ્યા છે. વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને પ્રેક્ષકો કોલ્ડપ્લે કોન્સર્ટ પહોંચ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત…

કોંગ્રેસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, શક્તિસિંહ ગોહિલે કહ્યું-ગઠબંધન…..

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પાર્ટીઓ કામે લાગી ગઈ છે. કોંગ્રેસ પણ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઇપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું. -> કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા AAP તૈયાર- ઇસુદાન ગઢવી :- ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઇએ. -> ગઠબંધન અંગે સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્ત્વ :-…

અમદાવાદનાં બગોદરામાં 102 કિલો ગાંજો ઝડપાયો,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

B INDIA અમદાવાદ :- અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બગોદરામાંથી ગાંજો ઝડપાયો હતો. જેમાં બગોદરા પોલીસે 102 કિલો ગાંજો સહિત એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત આવ્યો હોવાની વાત પણ સામે આવી છે જેમાં પોલીસે 10.24 લાખના ગાંજા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે અને તે બાબતને લઈ ટ્રકને રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 102 કિલો ગાંજો આરોપી ઓરિસ્સાથી લઈ ગુજરાતમાં આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. -> અગાઉ પણ બગોદરા પોલીસે પકડી પાડ્યો હતો ગાંજો :- ઉલ્લેખનિય છે કે, બગોદરા પોલીસ વાહન ચેકીંગ કરી…

IND vs ENG: ક્રિસ ગેલ નહીં, આ ખેલાડી છે વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન : શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્તમાન ક્રિકેટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનનું નામ આપ્યું છે. આપને જણાવી દઈએ કે પોતાના સમયના સૌથી મોટા બેટ્સમેનોમાં ડર પેદા કરનાર અખ્તરે ભારતના સૂર્યકુમાર યાદવને વર્તમાન ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યાને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જે અંગે અખ્તરે પ્રતિક્રિયા આપી અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અખ્તરે સૂર્યાને વિશ્વ ક્રિકેટનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન ગણાવ્યો હતો. વિશ્વના સૌથી ઝડપી બોલર અખ્તરે પણ ભારતીય ટીમના વર્તમાન સમીકરણ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “હવે આ એવી ટુર્નામેન્ટ છે જે ટીમ ઈન્ડિયાને બનાવી શકે છે. નવા કોચ છે. નવા સપોર્ટ સ્ટાફ છે. તાજેતરના સમયમાં,…

H-1B વિઝા મામલે અનિશ્ચતતા વચ્ચે પણ નિશ્ચચિંત છે અમેરીકામાં સ્થિત આ ભારતીય કંપનીઓ,જાણો કારણ

વધુ હિસ્સો ધરાવતી યુએસ સ્થિત ભારતીય IT કંપનીઓ આ અંગે ચિંતિત નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે ટોચની 5 ભારતીય IT કંપનીઓમાં અડધાથી પણ ઓછા વ્યાવસાયિકો અમેરિકાની બહારના છે. આવી સ્થિતિમાં, ભારતીય કંપનીઓ અન્ય દેશોના વ્યાવસાયિકોને હાયર કરવા પર વધુ નિર્ભર નથી. આત્યંતિક કટોકટીના કિસ્સામાં, ભારતીય કંપનીઓ તેમના કામને ભારતમાં સ્થિત વર્કસ્ટેશન પર ટ્રાન્સફર કરી શકે છે.અન્ય દેશોના વ્યાવસાયિકોને નોકરી પર રાખવા માટે H-1B વિઝા ઘટાડવાના અમેરિકાના નિર્ણયને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આમ છતાં, H-1B વિઝામાં સૌથી TCS, Infosys મળીને 20 ટકા H-1B વિઝા લે છે 2024માં અમેરિકામાં મંજૂર થયેલા કુલ H-1B વિઝામાં TCS અને Infosysનો હિસ્સો 20 ટકા હતો. આ ઉપરાંત, HCL, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી કંપનીઓ પણ અમેરિકામાં…