Rajkot : રાજકોટમાં આરોપીને LCBએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો, 11 વર્ષથી યુવકની હત્યાના કેસમાં હતો ફરાર
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી…







