રશિયામાં લોહિયાળ ખેલ: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કિશોરનો છરીથી હુમલો, એક ભારતીય સહિત 8 ઘાયલ

રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકમાં આવેલી ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે સાંજે ભયાનક ઘટના સામે આવી છે. હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસી આવેલા 15 વર્ષીય કિશોરે અચાનક વિદેશી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ અને 2 રશિયન પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર કિશોર છાત્રાલયમાં ઘૂસીને સ્પોર્ટ્સ હોલમાં હાજર વિદ્યાર્થીઓ પર આડેધડ છરીના ઘા મારવા લાગ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ધરપકડનો પ્રતિકાર કરતા હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ છરી મારી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ આરોપીએ પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. રશિયન મીડિયા ચેનલ ‘રેન ટીવી’…

યુક્રેને રશિયા પર મિસાઇલ હુમલો કર્યો, સ્ટોર્મ શેડો મિસાઇલ અને ડ્રોનથી નિશાન બનાવ્યું

યુક્રેને રશિયન તેલ અને ગેસ સુવિધાઓ પર તીવ્ર મિસાઇલ હુમલાઓ કર્યા છે. યુક્રેન દ્વારા બ્રિટિશ સહાયથી પૂરી પાડવામાં આવેલી સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઇલ અને સ્થાનિક રીતે બનાવેલા લાંબા અંતરના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુક્રેનિયન જનરલ સ્ટાફે અહેવાલ આપ્યો છે કે વાયુસેનાએ રશિયાના નોવોશાખ્તિન્સ્ક તેલ રિફાઇનરી પર સ્ટોર્મ શેડો મિસાઇલથી હુમલો કર્યો, જેમાં અનેક વિસ્ફોટ થયા અને લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું. ગેસ પ્લાન્ટ પર પણ હુમલો યુક્રેનની સુરક્ષા એજન્સી SBUએ જણાવ્યું કે તેના ડ્રોન દ્વારા રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ટેમ્ર્યુક બંદર પર તેલ ટાંકી નિશાન બનાવવામાં આવી હતી. સાથે જ, દક્ષિણપશ્ચિમ રશિયાના ઓરેનબર્ગ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો, જે વિશ્વનું સૌથી મોટું ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ ગણાય છે. આ ઘટનાની ભૂમિતિ જોઈ શકાય છે…

રશિયા–યુક્રેન વચ્ચે મોટો કરાર શક્ય : 1,200 યુક્રેન કેદીઓની મુક્તિ માટે વાટાઘાટો તેજ, ઝેલેન્સ્કીનું એલાન

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ માનવતાવાદી કરાર બનવાની શક્યતા દેખાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓની આપ–લે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયા સફળ થાય તો આશરે 1,200 યુક્રેનિયન કેદીઓની મુક્તિ શક્ય છે. આ નિવેદન યુક્રેનના રાષ્ટ્રીય સુરક્ષા વડા રુસ્તમ ઉમેરોવે વાટાઘાટોમાં પ્રગતિ જાહેર કર્યા બાદ આવ્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે અનેક બેઠકો, ચર્ચાઓ અને ફોન કૉલ દ્વારા આપ–લે પ્રક્રિયાને ફરી શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ યુક્રેનિયન સૈનિકો અને નાગરિકોની વતન વાપસી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તુર્કી અને UAE મધ્યસ્થ ઉમેરોવે જણાવ્યું કે આ વાટાઘાટોમાં…