Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ
અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.…
Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ
અમદાવાદીઓને રાત્રિના ભૂખ લાગી હોય તો એક જ જગ્યાનું નામ લે છે તે માણેક ચોક વર્ષો જૂનું અને જાણીતું છે માણેક ચોક ખાણીપીણી બજારને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક મહિના માટે આજથી માણેક ચોક ખાણીપીણી બજાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પણ વાંચો :- gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો! અમદાવાદમાં માણેક ચોક રાણીના હજીરા, સાંકડી શેરી, મદન ગોપાલ હવેલી સહિત જેમાં કોટવિસ્તારનો સમાવેશ થાય છે. તે તમામ જગ્યાએ પર ડ્રેનેજ રિહેબ કરવાની કામગીરી હાથ ધરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે , જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં…
Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ
અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…
ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના…
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..
સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.…
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ટેક્સટાઈલમાં આગ લાગતા ફાયરની ટીમો દોડતી થઈ હતી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને માર્કેટની અનેક દુકાનો આગની ચપેટમાં આવી હતી. -> આગ લાગતા અફરાતફરીનો માહોલ :- ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટ ગીચ વિસ્તારમાં આવેલ હોવાથી ત્યાં ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો માટે માથાનો દુખાવો બન્યો છે. કારણે કોઈપણ વ્યક્તિએ આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો બહુ સમય લાગે છે ત્યારે ગીચ વિસ્તારમાં ફાયરબ્રિગેડની ગાડીઓ અંદર કેવી રીતે લઈ જવી તે પણ મોટો પ્રશ્ન રહે છે. માર્કેટના આ રસ્તાથી થઈ સુરત રેલવે સ્ટેશન જવાય છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ટ્રાફિક વધુ…












