2014 થી 2023 દરમ્યાન 15 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી સ્ટોરી

દર વર્ષે લગભગ 1.5 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. કેટલાક બેરોજગારીને કારણે બીજા દેશમાં જઈને સ્થાયી થાય છે, જ્યારે કેટલાક વિદેશમાં લગ્ન કરીને ત્યાંની નાગરિકતા મેળવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં 15 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન, ગોવા અથવા અરુણાચલ પ્રદેશની વસ્તી સમાન લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશની નાગરિકતા લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. 2020 એ એકમાત્ર વર્ષ હતું જેમાં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા એક લાખથી ઓછી હતી. બાકીના નવ વર્ષમાં આ આંકડો…