દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ…
ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના બનાવો અપહરણ, દારૂ, ડ્રગ્સ, લુખ્ખાગીરી, દાદાગીરીના અનેક કિસ્સા નશાખોરી અને કૌભાંડથી સમાજનું થઇ રહ્યું છે પતન દારૂ અને ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય ભ્રષ્ટાચારથી ન્યાય પ્રણાલી પર આંચકો સમાજમાં સુરક્ષાની લાગણીનો અભાવ ગુનાખોરી સામે જનજાગૃતિની તાતી જરૂર સુરક્ષિત અને શાંતિપૂર્ણ ગુજરાત માત્ર એક સપનું..! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે
ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી છે. હાલ તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા હતા. ‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ને મંજૂરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘની પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતી મંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે. ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર – શમશેર સિંઘની ગુજરાત વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે છે. – શમશેર સિંઘ…
ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની મોટી ભેટ: 14 આઈપીએસ અધિકારીઓને બઢતી, 3 બન્યા DGP
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યપાલના આદેશ મુજબ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને તેમની સિનિયોરિટી અને કામગીરીના આધારે ઉચ્ચ પદો પર બઢતી આપવામાં આવી છે. ત્રણ અધિકારીઓ DGP ગ્રેડમાં બઢતી 1996 બેચના ત્રણ સિનિયર અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADGP)માંથી પ્રમોશન આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. – નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કોમરને DGP ગ્રેડમાં બઢતી સાથે એ જ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. – ડૉ. પ્રફુલ્લા કુમાર રોશન: રાજકોટ આર્મ્ડ યુનિટના ADGPને હવે DGP (આર્મ્ડ યુનિટ) બનાવવામાં આવ્યા છે.…
નવા વર્ષમાં ગુજરાત પોલીસને મોટી ભેટ: 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી
ગુજરાત સરકારના ગૃહ વિભાગે નવા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લીધો છે. 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ બઢતી હેઠળ સંબંધિત અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13 (રૂ. 1,23,100 થી 2,15,900)નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવનારા IPS અધિકારીઓની યાદી: 1. રાહુલ ત્રિપાઠી – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર 2. હિમકર સિંહ – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર 3. રોહન આનંદ – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ), CID ક્રાઇમ, ગાંધીનગર 4.…
ગુજરાત: નવા ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે.એલ.એન. રાવને સોંપાઈ જવાબદારી
ગુજરાત રાજ્યને નવા ઈન્ચાર્જ પોલીસ વડા મળ્યા છે. રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થતા રાજ્ય સરકાર દ્વારા ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે વિકાસ સહાય મૂળતઃ છ મહિના પહેલા નિવૃત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ડૉ. રાવ ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓમાં شمارાય છે અને તેમને વહીવટી તથા પોલીસ ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અનેક…
બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…
ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો
ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…















