દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસે શેફઅલી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Godhra માં ગણેશ વિસર્જન વખતે મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી 2026 Disaster Avoided

Godhra માં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી Godhra:પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ભક્તો બાપ્પાને ભાવભીની વિદાય આપવા માટે રામસાગર તળાવ ખાતે પહોંચ્યા હતા. અહીં વિશાળ ગણેશ પ્રતિમાના વિસર્જનની કામગીરી દરમિયાન અચાનક ક્રેનનું સંતુલન બગડતાં મૂર્તિ એક તરફ ઝૂકી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, ગોધરાના રામસાગર તળાવ ખાતે મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે વજન ધરાવતી ગણેશજીની વિશાળ પ્રતિમાને ક્રેનના બેલ્ટની મદદથી ઉઠાવીને તળાવમાં પધરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ક્રેનનું…

Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…