ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે

ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી છે. હાલ તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા હતા.

‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ને મંજૂરી
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘની પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતી મંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે.

ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર
– શમશેર સિંઘની ગુજરાત વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે છે.
– શમશેર સિંઘ 1991 બેચના IPS અધિકારી છે
– તેઓ વર્તમાન ઇન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવ કરતા એક વર્ષ સિનિયર છે
– તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થવાના છેતેમની સિનિયોરિટી જોતા એવી ચર્ચાઓ તેજ બની છે કે તેમને ગુજરાત પોલીસમાં કોઈ મહત્વપૂર્ણ અને ઉચ્ચ જવાબદારી સોંપાઈ શકે છે.

ગુજરાતમાં વિશાળ વહીવટી અનુભવ
કેન્દ્રીય ડેપ્યુટેશન પર જતાં પહેલાં શમશેર સિંઘે ગુજરાતમાં વડોદરા પોલીસ કમિશનર સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. શિસ્તબદ્ધ અને અનુભવી અધિકારી તરીકે તેમની છાપ છે. હવે ટૂંક સમયમાં તેઓ ગુજરાત પોલીસમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…