Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે. આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો…

Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની વ્યાજખોરો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું મળતી માહિતી મુજબ, ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું. આ પણ વાંચો…

Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ

અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…