Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની વ્યાજખોરો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું

મળતી માહિતી મુજબ, ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક

આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. બીજી તરફ વ્યાજખોરોને લઇ લોકોમાં રોષ ફેલાયો છે .સરકાર દ્વારા વિવિધ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ કોઇ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે આર્થિક મુશ્કેલી અને લેણદારોના ત્રાસથી લોકો આત્મહત્યાનો રસ્તો સ્વિકારે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *