આતંકી હુમલા બાદ સરકારે મીડિયા માટે જાહેર કરી એડવાઇઝરી, મુંબઈ આતંકવાદી હુમલાનો કર્યો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ આપી હતી, અને કહ્યું હતું કે આવા રિપોર્ટિંગ અજાણતામાં દુશ્મનોને મદદ કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ સલાહ જારી કરવામાં આવી છે. તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ પ્રસારણ ન કરવા માટે એક એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી સંબંધિત બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારી દાખવે અને હાલના કાયદા અને નિયમોનું કડક પાલન કરે.’…







