India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે. સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. હસ્તાક્ષર અને અમલીકરણ – વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે. – હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે. – સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર…