India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.

વૈશ્વિક બજારો માટે નવા દ્વાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે.

ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ
મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં લીડર છે. આ ડીલથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે, અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ મળશે.

ભારત-યુએસ સંબંધોમાં નવી પ્રગતિ
ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, આ ટ્રેડ ડીલ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત છે. વડાપ્રધાન મોદીના સિટિઝન-સેન્ટ્રિક ડિપ્લોમસીથી ભારત-યુએસ સંબંધો વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જશે. તેમણે ગુજરાતના નાગરિકો તરફથી વડાપ્રધાનને આ ઐતિહાસિક કરાર બદલ અભિનંદન પાઠવ્યા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

બ્રિટન રાજકારણમાં ખળભળાટ: સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગના રાજીનામાથી સ્ટાર્મર સરકાર પર દબાણ વધ્યું

બ્રિટનની રાજનીતિમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગે કેબિનેટમાંથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજીનામાને સ્ટાર્મરના નેતૃત્વ…