ગૃહમાં હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, PM મોદીનું ભાષણ મુલતવી રખાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (બુધવાર, ૪ ફેબ્રુઆરી) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા, પરંતુ તેમનું ભાષણ થઈ શક્યું નહીં. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે, લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ બુધવારે સાંજે 5 વાગ્યે આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. વિપક્ષનું કહેવું છે કે જો વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી નહીં મળે, તો પીએમ મોદીને પણ ભાષણ આપવા દેવામાં આવશે નહીં. હવે ગુરુવારે પણ આ મુદ્દા પર ભારે હોબાળો થઈ શકે છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પ્રધાનમંત્રી ગુરુવારે ગૃહને સંબોધન કરશે કે નહીં? ગૃહને એક દિવસ પહેલા ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી સાંજે 5 વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે વિપક્ષી સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં…







