અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે. એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન…

કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા

કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.” દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ: – 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. – જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું…

119 ગેરકાયદે ભારતીયોના બીજા જથ્થાને લઇને યુએસનું પ્લેન આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે

પીએમ મોદીનો બે દિવસનો યુએસ પ્રવાસ ગઈકાલે એટલે કે શુક્રવારે પૂર્ણ થયો. એક તરફ, જ્યારે પીએમ મોદી અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બીજા જૂથને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું હતું, તેઓ આજે અમૃતસર આવી પહોંચશે. આ ફ્લાઇટ રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે વિમાનમાં ૧૧૯ લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ લોકો પંજાબના છે. ફ્લાઇટમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, ગોવા અને મહારાષ્ટ્રના 2-2 અને રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના 1-1 લોકો છે. -> અમેરિકાથી આવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો ૧૦ દિવસ પહેલા આવ્યો હતો :- આ ગેરકાયદેસર…

જો PM મોદી ટ્રમ્પના આટલા સારા મિત્ર છે તો પછી આવું કેમ થવા દેવામાં આવ્યું? દેશનિકાલ પર પ્રિયંકાનો સવાલ

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશનિકાલ કરવા અંગે વિપક્ષી નેતાઓમાં ઊંડી ચિંતા અને ગુસ્સો છે. આ મુદ્દા પર, પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનની બહાર એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું, “જો પીએમ મોદી ટ્રમ્પના આટલા સારા મિત્ર છે તો પછી આવું કેમ થવા દેવામાં આવ્યું?” આ પછી તેણે પૂછ્યું, “આપણું જહાજ આ ભારતીયોને લેવા કેમ ન જઈ શક્યું?”   પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, માનવીઓ સાથે આ રીતે વર્તન કરવાની આ રીત નથી કે તેમને હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલી દેવામાં આવે. આવી અમાનવીય પરિસ્થિતિ માટે વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રીએ જવાબ આપવો જોઈએ.   અમેરિકાના દેશનિકાલ કેસ…