અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે.

ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે.

એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરો તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમને ડીપોર્ટ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં યુ.એસ. વિઝા માટે અયોગ્ય ઠરી શકો છો. નિયમોનું પાલન કરો. યુ.એસ. વિઝા કોઈ અધિકાર નહીં પરંતુ એક વિશેષાધિકાર છે.”

આ પહેલાં પણ અમેરિકન એમ્બેસીએ ભારતમાંથી અમેરિકા જતાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કડક જાહેર ચેતવણી આપી હતી. જેમાં જણાવાયું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હિંસક કાર્ટેલ, માનવ તસ્કરો અને ભ્રષ્ટ અધિકારીઓના શિકાર બને છે અને તેમનું શોષણ થાય છે. આવા ઇમિગ્રેશનથી ફાયદો માત્ર તસ્કરોને જ થાય છે.

એમ્બેસીએ વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે અને અમેરિકાની સરહદો તથા નાગરિકોની સુરક્ષા પર ખાસ ભાર મૂકી રહ્યું છે. કડક વિઝા નિયમોના કારણે ગયા વર્ષે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા પર નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં લગભગ 17 ટકા ઘટાડો નોંધાયો હતો.

આ ઉપરાંત H-1B વિઝા માટે અરજી કરનારા કુશળ આંતરરાષ્ટ્રીય કામદારોને પણ લાંબી રાહ જોવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જે ભારતના પ્રોફેશનલ્સ માટે ચિંતા જનક બાબત બની છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Titanic : 1912 સદીઓ વીતી ગયા છતાં ઇતિહાસના દરિયામાં ક્યારેય ન ડૂબેલી એક અવિસ્મરણીય કથા! Deep Mystery

Titanic ક્યારે બન્યું, કોણે બનાવ્યું અને 1912માં આ વિશાળ જહાજ હિમશિલા સાથે અથડાયા બાદ કેવી રીતે ડૂબ્યું? જાણો Titanicની સંપૂર્ણ કહાની, દુર્ઘટના, લાઇફબોટ અને કાટમાળ મળવાની રસપ્રદ માહિતી. -> Titanic : એક એવું જહાજ જે ક્યારેય ભૂલાશે નહીં ટાઇટેનિક : દુનિયાનું સૌથી પ્રસિદ્ધ જહાજ : RMS ટાઇટેનિક દુનિયાના સૌથી પ્રસિદ્ધ પેસેન્જર જહાજોમાંનું એક હતું. પોતાના સમયનું આ વિશાળ અને વૈભવી જહાજ બ્રિટનના White Star Line દ્વારા બનાવવામાં આવ્યું હતું. ટાઇટેનિક પોતાની પહેલી જ સફરમાં ઇંગ્લેન્ડથી અમેરિકા જઈ રહ્યું હતું. પરંતુ 15 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક વિશાળ હિમશિલા સાથે અથડાયું અને થોડા કલાકોમાં સમુદ્રમાં ડૂબી ગયું.   -> Titanic ક્યારે બનાવવામાં આવ્યું હતું? ટાઇટેનિક નું નિર્માણ ક્યારે થયું? : ટાઇટેનિક નું…

Atal Good Governance Award 2026: 7 મહત્વના વિભાગોના અધિકારીઓનું થશે સન્માન.. Prime Reward..

ગુજરાત સરકારનો ‘Atal સુશાસન પુરસ્કાર’ : શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું થશે સન્માન Atal ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: ગુજરાતના વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘Atal સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્તમ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ યોજના ચાલુ નાણાકીય વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવી છે. આગામી વર્ષોમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ દ્વારા કરવામાં…