કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા

કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.”

દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક
કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ:
– 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.
– જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.
– આ આંકડો 2019ની તુલનાએ ત્રણગણો છે (625 ભારતીયોને દેશનિકાલ).
– કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પણ તાજેતરમાં વિદેશી ગુનેગારોના દેશનિકાલ માટે કડક પગલાં લેવાની ઘોષણા કરી છે.

ભારત-કેનેડા સંબંધો સામે પડકાર
ઓગસ્ટ 2025માં, દિનેશ પટનાયક અને ક્રિસ્ટોફરને ભારત અને કેનેડા વચ્ચે નવા હાઈ કમિશનરો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છતાં, હાલના તણાવભર્યા પરિપ્રેક્ષ્યમાં આ સંબંધો કઈ દિશામાં જશે તે જોયું રહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…

India Day : અમેરિકાના અનેક રાજ્યોમાં ૧૫ ઓગસ્ટ ‘India Day’ તરીકે જાહેર Global Pride 2026

અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટને ‘India Day’: ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને ખાસ સન્માન  ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટ 2026ને India Day અથવા India Independence Day તરીકે માન્યતા આપવામાં આવી છે. જાણો સંપૂર્ણ વિગતો. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકામાં ભારતીય તિરંગાની ગુંજ જોવા મળી રહી છે. અમેરિકાના અનેક રાજ્યોએ 15 ઓગસ્ટ 2026ને ‘India Day’ અથવા ‘India Independence Day’ તરીકે માન્યતા આપવાની વિશેષ જાહેરાતો કરી છે. આ નિર્ણય માત્ર ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોના યોગદાન અને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.હાલમાં ડેલાવેર, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં 15 ઓગસ્ટને વિશેષ રીતે માન્યતા આપવામાં આવી છે. આ જાહેરાતોથી અમેરિકામાં ભારતીય…