સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો વટ, ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ
સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે.રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. વાસ્તવમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે અહીં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના 12 પ્રતિનિધિ અને મંડળીના 7 પ્રતિનિધિ બિનહરીફ થયા છે. -> ઇફકો ચૂંટણી થયો હતો રાદડિયાનો વિજય :- ભાજપ તરફથી ઇફકો ચૂંટણીમાં અમદાવાદના બિપિન પટેલને મેન્ડેન્ટ અપાયો હતો અને રાજકોટથી જયેશ રાદડિયાએ ફોર્મ ભરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઇફકો ચૂંટણીમાં 180 મતદારોમાંથી જયેશ…







