સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો વટ, ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે.રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. વાસ્તવમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે અહીં ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિનહરીફ થયા છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના 12 પ્રતિનિધિ અને મંડળીના 7 પ્રતિનિધિ બિનહરીફ થયા છે.

-> ઇફકો ચૂંટણી થયો હતો રાદડિયાનો વિજય :- ભાજપ તરફથી ઇફકો ચૂંટણીમાં અમદાવાદના બિપિન પટેલને મેન્ડેન્ટ અપાયો હતો અને રાજકોટથી જયેશ રાદડિયાએ ફોર્મ ભરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઇફકો ચૂંટણીમાં 180 મતદારોમાંથી જયેશ રાદડિયા 113 મતથો વિજયી થયા હતા. એટલે કહી શકાય કે ઇફકો ચૂંટણીએ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનું વર્ચસ્વ હોવાનું સાબિત કર્યું. તેના બાદ પાલિકા ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ મેદાન માર્યું. અને હવે રાજકોટ સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત જયેશ રાદડીયા સહકારી ક્ષેત્રમાં દબદબો જમાવતા રાજકીય સફરમાં આગળ વધી રહ્યા છે.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *