માર્કો રૂબિયોનો ભારત પ્રવાસ, મોદી સાથે બેઠકમાં ઉર્જા સુરક્ષા પર ચર્ચા
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને ઉર્જા સુરક્ષા, વૈશ્વિક તેલ બજાર અને દ્વિપક્ષીય વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ અમેરિકી પક્ષે ઈરાનના વર્તમાન વલણને લઈને કડક વલણ વ્યક્ત કર્યું છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ ખાડીની સ્થિતિ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારને કોઈ એક દેશની દાદાગીરી હેઠળ બંધક બનવા દેવામાં નહીં આવે. સાથે જ ભારતને ખાતરી આપવામાં આવી છે કે ઉર્જા પુરવઠો સ્થિર અને વૈવિધ્યસભર રાખવા માટે અમેરિકા સહકાર વધારશે. આ મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પણ ચર્ચા થઈ.…
કોંગોમાં ઈબોલા ફાટી નીકળતા ફિફા વર્લ્ડકપ તૈયારી પર મોટો ઝટકો
આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા વાયરસના ફાટી નીકળ્યા બાદ 2026 ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ પર અસર પડી છે. આરોગ્ય જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કોંગોની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર કડક હેલ્થ પ્રોટોકોલ લાગુ કર્યા છે, જેના અંતર્ગત ટીમને નિયંત્રિત આઈસોલેશનમાં રહેવું પડશે. માહિતી મુજબ, યુએસ વર્લ્ડ કપ ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું છે કે કોંગોની ટીમને અમેરિકા પહોંચતા પહેલા 21 દિવસ સુધી યુરોપમાં નિયંત્રિત “બબલ સિસ્ટમ” હેઠળ રહેવું ફરજિયાત રહેશે. આ સમયગાળા દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફ પર સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ આઈસોલેશન પ્રોટોકોલનો ભંગ થશે તો ટીમને અમેરિકા પ્રવાસની મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણયનો હેતુ વર્લ્ડ કપ દરમિયાન કોઈપણ સંભવિત આરોગ્ય જોખમને અટકાવવાનો છે. આ પગલું કોંગોમાં ઈબોલાના નવા સ્ટ્રેનના કેસ વધ્યા…
અમરેલી સ્ટેટ હાઈવે પર અકસ્માતથી અરેરાટી, 3ના ઘટના સ્થળે મોત
અમરેલી જિલ્લાના લાઠી નજીક કેરાળા ગામ પાસે આજે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલી–લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામની સીમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. ત્રણેય મૃતકોના…
ટ્રમ્પની એક પોસ્ટથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ, ઈરાન પર ચર્ચા તેજ
મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર ઈરાનના નકશા સાથેની એક તસવીર શેર કરી હતી, જેમાં અમેરિકન ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો અને “United States of Middle East” લખાણ જોવા મળ્યું હતું. આ પોસ્ટ બાદ વૈશ્વિક સ્તરે અટકળો તેજ બની છે કે શું અમેરિકા ઈરાન સામે કોઈ નવી કડક નીતિ કે સૈન્ય કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની પોસ્ટો સામાન્ય રીતે રાજકીય સંકેત અને દબાણની રણનીતિ તરીકે જોવામાં આવે છે. તેમના મુજબ, ઈરાન પર…
ટ્વિશા શર્મા કેસ: પતિ સમર્થ સિંહનું જબલપુર કોર્ટમાં આત્મસમર્પણ
ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ફરાર રહેલા તેમના પતિ સમર્થ સિંહ એ જબલપુર જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સમર્થ સિંહ પર ભોપાલ પોલીસ દ્વારા 30 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આગોતરા જામીન અરજી પાછી ખેંચ્યા બાદ આત્મસમર્પણ સમર્થ સિંહના વકીલ જયદીપ કૌરવે જણાવ્યું હતું કે આગોતરા જામીન અરજી પાછી ખેંચ્યા બાદ સમર્થે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટમાં હાજર થતી વખતે સમર્થે પોતાની ઓળખ છુપાવવા માસ્ક અને ટોપી પહેરી હતી. પત્રકારોએ ટ્વિશા શર્માના મૃત્યુ અને તેના સામેના આરોપોને લઈને પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ સમર્થ સિંહે કોઈ જવાબ આપ્યો નહોતો. હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો હતો વિકલ્પ મધ્યપ્રદેશ હાઈકોર્ટે સમર્થ સિંહને કોર્ટ અથવા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપ્યો હતો. ત્યારબાદ સમર્થે જબલપુર કોર્ટમાં…
વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન હોકીમાં આર્થિક સંકટ, ખેલાડીઓનું દૈનિક ભથ્થું ઘટાડાયું
પાકિસ્તાન હોકી ફેડરેશન ફરી એકવાર આર્થિક મુશ્કેલીઓને લઈને ચર્ચામાં આવ્યું છે. આગામી FIH Hockey World Cup અને FIH Pro League પહેલા પાકિસ્તાનના હોકી ખેલાડીઓએ બોર્ડ સામે આર્થિક અવ્યવસ્થા અને બાકી ચૂકવણીઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેલાડીઓનું દૈનિક ભથ્થું ભારે ઘટાડાયું અહેવાલો મુજબ, હોમ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ખેલાડીઓને અપાતું દૈનિક ભથ્થું 3000 પાકિસ્તાની રૂપિયાથી ઘટાડીને માત્ર 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ખેલાડીઓએ આ નિર્ણય સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયારી માટે આટલી ઓછી રકમ પૂરતી નથી અને તે રાષ્ટ્રીય ખેલાડીઓનું અપમાન સમાન છે. બાકી ચૂકવણીઓ અંગે પણ ફરિયાદ ફેડરેશન દ્વારા વિદેશી પ્રવાસ દરમિયાન ખેલાડીઓને 110 અમેરિકન ડોલર દૈનિક ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખેલાડીઓનો આરોપ છે…
ગાંધીનગર: સાંતેજની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ
સાંતેજ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતા જોતા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે. “મેજર કોલ” જાહેર આગની વિકરાળ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા “મેજર કોલ” જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે ફેક્ટરી આસપાસના વિસ્તારને સીલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કર્મચારીઓને સમયસર બહાર કાઢાયા સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ લાગતા જ ફેક્ટરીમાં હાજર…
સંદીપ ઘોષના ઘર પર ચાલશે બુલડોઝર, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો આદેશ
સંદીપ ઘોષ સામે હવે વધુ એક કાર્યવાહી શરૂ થઈ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેમના ઘરનાં ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને ઘરના કેટલાક ભાગ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બદન રોય લેન સ્થિત સંદીપ ઘોષના નિવાસસ્થાને બિલ્ડિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક બાંધકામ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશને જણાવ્યું કે બિલ્ડિંગ રૂલ્સ 2009 ની કલમ 133 અને 134 હેઠળ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને મોકલી હતી નોટિસ 30 ઓક્ટોબર 2024ના રોજ મ્યુનિસિપલ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ સંદીપ ઘોષ તથા સંગીતા ઘોષને નોટિસ ફટકારી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છત પર લગભગ 5.425 ચોરસ મીટરનું ગેરકાયદેસર આવરણ…
અમેરિકાએ સાઉથ કેરેબિયનમાં મોકલ્યું યુએસએસ નિમિત્ઝ, ક્યુબા પર વધ્યું દબાણ
અમેરિકા દ્વારા શક્તિશાળી USS Nimitz એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને સાઉથ કેરેબિયન સમુદ્રમાં તૈનાત કરાતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે. વેનેઝુએલા અને ઈરાન બાદ હવે અમેરિકાનું આગામી નિશાન ક્યુબા બની શકે તેવી અટકળો તેજ બની છે. સાઉથ કેરેબિયનમાં યુદ્ધ જહાજોની તૈનાતી અહેવાલો મુજબ, યુએસએસ નિમિત્ઝ અને તેની સાથેના યુદ્ધ જહાજો બુધવારે સાઉથ કેરેબિયન વિસ્તારમાં પહોંચ્યા હતા. US Southern Command દ્વારા સોશિયલ મીડિયા પર આ સ્ટ્રાઈક ગ્રુપનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ તૈનાતી સીધી લશ્કરી કાર્યવાહી માટે નહીં પરંતુ શક્તિ પ્રદર્શન અને ક્યુબા પર દબાણ વધારવા માટે કરવામાં આવી છે. યુએસએસ નિમિત્ઝ કેટલી શક્તિશાળી? USS Nimitz અમેરિકાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર્સમાંનું એક ગણાય છે. – 1 લાખ ટનથી વધુ…
ઓડિશાના ગંજમ જિલ્લામાં ભયાનક અકસ્માત, બસ-રિક્ષા ટક્કરમાં 6 શ્રદ્ધાળુઓના મોત
ગંજમ જિલ્લો માં શુક્રવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે એક પૂરપાટ ઝડપે દોડતી બસે ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંદિર દર્શન માટે જઈ રહેલા પરિવાર પર આફત મળતી માહિતી મુજબ, એક જ પરિવારના 10થી વધુ સભ્યો ઓટો-રિક્ષામાં બેસીને પ્રસિદ્ધ સિંહાસિની મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન પુરુષોત્તમપુર નજીક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.…
















