સંદીપ ઘોષના ઘર પર ચાલશે બુલડોઝર, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો આદેશ

સંદીપ ઘોષ સામે હવે વધુ એક કાર્યવાહી શરૂ થઈ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેમના ઘરનાં ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને ઘરના કેટલાક ભાગ તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બદન રોય લેન સ્થિત સંદીપ ઘોષના નિવાસસ્થાને બિલ્ડિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક બાંધકામ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશને જણાવ્યું કે બિલ્ડિંગ રૂલ્સ 2009 ની કલમ 133 અને 134 હેઠળ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોર્પોરેશને મોકલી હતી નોટિસ
30 ઓક્ટોબર 2024ના રોજ મ્યુનિસિપલ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ સંદીપ ઘોષ તથા સંગીતા ઘોષને નોટિસ ફટકારી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છત પર લગભગ 5.425 ચોરસ મીટરનું ગેરકાયદેસર આવરણ બનાવવામાં આવ્યું હતું. મશીનરી રૂમ સુધી પહોંચવા માટે પરવાનગી વિના લોખંડની સર્પાકાર સીડી બનાવવામાં આવી હતી. ત્રીજા માળે નવી ઈંટની દિવાલ પણ મંજૂરી વગર ઊભી કરવામાં આવી હતી. આ બાંધકામનો એક ભાગ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરજી કાર હોસ્પિટલ કેસ બાદ વધ્યો વિવાદ
આરજી કાર હોસ્પિટલ માં થયેલા બળાત્કાર અને હત્યા કેસ દરમિયાન સંદીપ ઘોષ હોસ્પિટલના અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ઘટનાના બાદ તેમની ભૂમિકા અંગે અનેક સવાલો ઊભા થયા હતા. વિવાદ વધતા સંદીપ ઘોષે પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં હોસ્પિટલ સાથે જોડાયેલા બળાત્કાર, હત્યા અને નાણાકીય ભ્રષ્ટાચારના અલગ-અલગ કેસોમાં તેમનું નામ સામે આવ્યું હતું.

હાલ ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં
સીબીઆઈ દ્વારા સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી હતી. બળાત્કાર અને હત્યા કેસમાં તેમને જામીન મળ્યા હતા, પરંતુ નાણાકીય ભ્રષ્ટાચારના કેસમાં તેઓ હાલ જેલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…