ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મોટો વળાંક, પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહની CBI દ્વારા ધરપકડ

ભોપાલમાં ચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આગોતરા જામીન રદ કર્યા બાદ પૂર્વ ન્યાયાધીશ અને ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ તેમની લગભગ છ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી અનુસાર, સીબીઆઈની ટીમ ગિરિબાલા સિંહને મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કેમ્પસ લઈ ગઈ હતી અને હવે તેમને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સવારે આશરે 10:30 વાગ્યે ત્રણ સીબીઆઈ અધિકારીઓ ગિરિબાલા સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ ઇનોશ જ્યોર્જ કાર્લો પણ સ્થળ પર હાજર રહ્યા હતા. સીબીઆઈ દ્વારા ઘરની તપાસ સાથે ડિજિટલ મેપિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ અને ડિજિટલ માહિતી એકત્રિત કરવામાં આવી…

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી ખાદ્ય તેલના ભાવમાં આગ, યુદ્ધની અસરથી ઘરનું બજેટ ખોરવાયું

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અસ્થિરતાની અસર હવે ભારતીય બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈંધણ બાદ હવે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. ખાસ કરીને ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય લોકોનું ઘરેલું બજેટ ખોરવાઈ રહ્યું છે. વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલા પ્રભાવ અને આયાત ખર્ચમાં વધારાના કારણે ભારતમાં ખાદ્ય તેલના ભાવમાં જંગી વધારો નોંધાયો છે. છેલ્લા ચાર મહિનામાં રિફાઈન્ડ ખાદ્ય તેલનો મોંઘવારી દર બમણાથી પણ વધુ વધી ગયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. ખાદ્ય તેલોના તાજા સરેરાશ ભાવ ભારત સરકારની વેબસાઈટ fcainfoweb.nic.in પર ઉપલબ્ધ ડેટા મુજબ 28 મેના રોજ વિવિધ ખાદ્ય તેલોના સરેરાશ છૂટક ભાવ નીચે…

મથુરાના પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4 લોકોને ગોળી વાગતા મચી નાસભાગ

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષોએ જાહેરમાં ઈંટ-પથ્થરો ફેંક્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટનાના કારણે પરિક્રમા માર્ગ પર હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક ઝઘડામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ચાર લોકોને ગોળી વાગી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સેવા કેમ્પમાં કેળા વહેંચવા મુદ્દે શરૂ થયો વિવાદ મળતી માહિતી મુજબ, ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે છેલ્લા છ મહિનાથી જૂની અદાવત ચાલી રહી હતી. અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ…

અમદાવાદ: નિરાંત ચોકડી પાસે AMCના ડમ્પરે ટ્રાફિક પોલીસનો શેડ ગબડાવ્યો, મોટી જાનહાનિ ટળી

– બેદરકારી: એએમસીના ડમ્પર ચાલકની ગફલતના કારણે ટ્રાફિક પોલીસનો આખો શેડ જમીનદોસ્ત. – નુકસાન: કડકડતી ગરમીમાં રાહત આપતો શેડ તૂટ્યો, નજીકમાં પાર્ક કરેલું એક વાહન પણ ચગદાયું. – સદનસીબ: ઘટના સમયે શેડ નીચે કોઈ હાજર ન હોવાથી સહેજ માટે મોટો અકસ્માત ટળ્યો. પંકજ મકવાણા -અમદાવાદ | ગુરુવાર: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા નિરાંત ચોકડી પાસે આજે બપોરે કોર્પોરેશનના જ એક વાહનની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક ડમ્પર ચાલકે ટ્રાફિક પોલીસ દ્વારા મુકાયેલા લોખંડના શેડને એવી ટક્કર મારી કે આખું સ્ટ્રક્ચર પળવારમાં ધરાશાયી થઈ ગયું હતું. ગરમીથી બચવા બનાવાયેલો આશરો જ તૂટી પડ્યો નોંધનીય છે કે, ઉનાળાની કડકડતી ગરમીમાં ઓન-ડ્યુટી ટ્રાફિક જવાનો અને રસ્તો ઓળંગતા સામાન્ય રાહદારીઓને થોડીવાર…

ગુજરાતમાં કૃષિ વિભાગની કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ, ગ્રીન એનર્જીને મળશે વેગ

ગુજરાતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને નિગમોને સોલાર રૂફટોપથી સજ્જ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ પગલાને ગ્રીન એનર્જી તરફની મોટી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પરંપરાગત ઈંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને વધુ પ્રોત્સાહન આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યની વિવિધ કૃષિ કચેરીઓ અને સંસ્થાઓમાં સોલાર રૂફટોપ સ્થાપિત થતાં વીજળીના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો વ્યાપ વધશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને કૃષિ સાથે સંકળાયેલા નિગમોમાં પણ સોલાર…

અમૂલ પછી ગુજરાતમાં વધુ એક શ્વેત ક્રાંતિ: ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ

અમૂલ પછી ગુજરાતમાં વધુ એક શ્વેત ક્રાંતિ: ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ ગુજરાત હંમેશાં સહકારિતા અને ક્રાંતિકારી વિચારોની ભૂમિ રહ્યું છે. જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે આપણને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક મોબાઇલ ઍપ નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી હજારો ડ્રાઈવરોની સફર છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ આજે ટેક્નોલૉજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની ચૂકી છે. 35 લાખ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સનો અતૂટ વિશ્વાસ ભારત ટેક્સીએ ખૂબ જ ટૂંકા સમયમાં…

હવે ATMમાંથી ઉપાડી શકશો PFના પૈસા, કેન્દ્રીય મંત્રીએ આપી મોટી અપડેટ

દેશના કરોડો PF ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે કર્મચારીઓ તેમના PF ખાતાના પૈસા ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે સરકાર EPFO સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ બનાવવા તરફ આગળ વધી રહી છે. મંત્રીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આગામી જૂન મહિનાથી PF ખાતાધારકો માટે ATM અને UPI દ્વારા રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. EPFO થઈ રહ્યું છે સંપૂર્ણ ડિજિટલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હાલમાં સંપૂર્ણ ડિજિટાઇઝેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય PF ખાતાધારકોને સરળ અને ઝડપી સેવા આપવાનો છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા…

પશુપાલકોને મોટી રાહત! દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો સીધો ₹25નો વધારો

ઉત્તર ગુજરાતની જાણીતી મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે મોટો નિર્ણય લીધો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વ હેઠળ નિયામક મંડળે દૂધના ખરીદ ભાવમાં સીધો ₹25 પ્રતિ કિલો ફેટનો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ મહેસાણા સહિત ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પ્રતિ કિલો ફેટના મળશે ₹855 ડેરી દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ, અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ ₹830 ચૂકવવામાં આવતા હતા, જે હવે વધીને ₹855 થઈ ગયા છે. મોંઘવારી, પશુદાણ અને ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે દૂધસાગર ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. પશુપાલકોની આવકમાં થશે મોટો વધારો ડેરીના આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોની આવકમાં સીધો વધારો…

‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયાના મૌનને ક્રૂરતા ન માની શકાય’, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પતિ-પત્નીના ઝઘડામાં જો સાસરિયા પક્ષના સભ્યો માત્ર મૌન રહે અથવા વિવાદમાં દખલ ન કરે, તો માત્ર આ આધાર પર તેમને ક્રૂરતા અથવા દહેજ ઉત્પીડનના ગુનામાં જવાબદાર ઠેરવી શકાય નહીં. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચે આ અવલોકન સાથે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં માત્ર નૈતિક જવાબદારીનો પ્રશ્ન હોઈ શકે છે, પરંતુ તે આપમેળે ફોજદારી ગુનો બની શકતો નથી. માત્ર મૌન રહેવું ગુનો નથી: સુપ્રીમ કોર્ટ કોર્ટે કહ્યું કે જો સાસરિયા પક્ષ માત્ર ‘મૌન પ્રેક્ષક’ બની રહે, અથવા પત્નીના ઝઘડામાં સીધી રીતે હસ્તક્ષેપ ન કરે, તો તેને ક્રૂરતા કે દહેજ ઉત્પીડન તરીકે ગણાવી શકાય નહીં. કોર્ટના મુજબ, ફોજદારી કેસ ચલાવવા માટે સ્પષ્ટ અને સીધી ભૂમિકા હોવી જરૂરી…

80 કરોડ લોકોને મળશે મોટો ફાયદો, રાશન યોજનામાં સરકારે કર્યા 3 મોટા ફેરફાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના કરોડો રાશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (PDS)ને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ‘સાર્થક-PDS’ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આશરે ₹25,530 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેના કારણે દેશના લગભગ 80 કરોડ લાભાર્થીઓને સીધો ફાયદો મળશે. PDS સિસ્ટમમાં થયા 3 મોટા ફેરફાર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે સરકાર દ્વારા રાશન વ્યવસ્થામાં ત્રણ મોટા સુધારા કરવામાં આવ્યા છે. 1. રાજ્ય સરકારોને મળશે નાણાકીય સહાય સરકારે રાજ્ય સરકારોને અનાજ વિતરણ માટે નાણાકીય મદદ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)ના મોટા ગોડાઉનમાંથી જિલ્લાઓ, બ્લોક અને અંતે રાશનની દુકાનો…