સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી ખાદ્ય તેલના ભાવમાં આગ, યુદ્ધની અસરથી ઘરનું બજેટ ખોરવાયું

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અસ્થિરતાની અસર હવે ભારતીય બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈંધણ બાદ હવે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. ખાસ કરીને ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય લોકોનું ઘરેલું બજેટ ખોરવાઈ રહ્યું છે.

વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલા પ્રભાવ અને આયાત ખર્ચમાં વધારાના કારણે ભારતમાં ખાદ્ય તેલના ભાવમાં જંગી વધારો નોંધાયો છે. છેલ્લા ચાર મહિનામાં રિફાઈન્ડ ખાદ્ય તેલનો મોંઘવારી દર બમણાથી પણ વધુ વધી ગયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે.

ખાદ્ય તેલોના તાજા સરેરાશ ભાવ
ભારત સરકારની વેબસાઈટ fcainfoweb.nic.in પર ઉપલબ્ધ ડેટા મુજબ 28 મેના રોજ વિવિધ ખાદ્ય તેલોના સરેરાશ છૂટક ભાવ નીચે મુજબ નોંધાયા છે:
સિંગતેલ (Groundnut Oil): રૂ. 203.01 પ્રતિ લીટર
સરસવનું તેલ (Mustard Oil): રૂ. 189.69 પ્રતિ લીટર
સૂર્યમુખી તેલ (Sunflower Oil): રૂ. 185.32 પ્રતિ લીટર
સોયાબીન તેલ (Soya Oil): રૂ. 161.09 પ્રતિ લીટર
વનસ્પતિ ઘી/તેલ (Vanaspati): રૂ. 161.01 પ્રતિ કિલો
પામ ઓઈલ (Palm Oil): રૂ. 145.42 પ્રતિ લીટર
બજારમાં અલગ-અલગ બ્રાન્ડ અને પેકિંગ સાઈઝના આધારે શહેર પ્રમાણે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

માત્ર તેલ જ નહીં, કરિયાણું પણ મોંઘું બન્યું
ખાદ્ય તેલના વધતા ભાવની અસર હવે FMCG અને પેકેજ્ડ ફૂડ ઉત્પાદનો પર પણ જોવા મળી રહી છે. બિસ્કિટ, નમકીન, બેકરી પ્રોડક્ટ્સ, ફ્રોઝન ફૂડ અને ઈન્સ્ટન્ટ મીલ જેવી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉત્પાદકોનું કહેવું છે કે કાચા માલના ખર્ચમાં વધારો થતા હવે તેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. જેના કારણે સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

વૈશ્વિક તણાવનો સીધો પ્રભાવ
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકા-ઈરાન તણાવના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને કોમોડિટી માર્કેટમાં અસ્થિરતા વધી છે. સપ્લાય ચેઈનમાં વિક્ષેપ અને આયાત ખર્ચમાં વધારો થતાં ભારત જેવા આયાત આધારિત દેશોમાં ખાદ્ય તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જો આગામી સમયમાં વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં આવે તો ખાદ્ય વસ્તુઓના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

 

 

 

  • Related Posts

    Gold Rate Today Ahmedabad: Major Update! સોનાના ભાવમાં મોટો ઉછાળો-ઘટાડો, Latest Rate 22K અને 24K Goldનો રેટ જાણો

    Gold Rate Today Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો 22 કેરેટ અને 24 કેરેટનો આજનો રેટ અમદાવાદ, 4 સપ્ટેમ્બર 2026: સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આજના ભાવ મહત્વના છે. અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વિવિધ બજાર સ્ત્રોતો અનુસાર ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, વ્યાજદર અને વૈશ્વિક આર્થિક-ભૌગોલિક પરિસ્થિતિ જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. ->Ahmedabad Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ : Times of Indiaના 4 સપ્ટેમ્બર 2026ના અમદાવાદના રેટ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹15,540 પ્રતિ ગ્રામ એટલે કે ₹1,55,400 પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલના ₹15,207 પ્રતિ ગ્રામની સરખામણીએ આજે ₹333 પ્રતિ ગ્રામનો વધારો દર્શાવવામાં આવ્યો છે.જોકે, અલગ-અલગ સ્રોતો દ્વારા દર્શાવવામાં આવતા સોનાના ભાવમાં થોડો…

    Janmashtami: જગતના નાથનો જન્મોત્સવ: કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર પાછળ શું છે રહસ્ય? જાણો પૂજા વિધિ-મંત્રો

    ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…’ આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસને Janmashtami તરીકે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વિશેષ શણગાર, ભજન-કીર્તન, પૂજા અને મધરાત્રિના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમની બાળલીલા, ગીતા ઉપદેશ અને ધર્મની સ્થાપનાની કથાઓ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. Janmashtamiના દિવસે ભક્તો ઉપવાસ રાખીને મધરાત્રે કાનુડાની પૂજા કરે છે. Janmashtamiની પૂજાનું મુહૂર્ત Janmashtamiની પૂજા માટે મધરાત્રિનો સમય સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાત્રિએ થયો હતો. ઘણા ભક્તો દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગ્યે…