રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…

નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:  વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે  સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો  ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો ૯૩મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ SMVS ના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી PM નરેન્દ્ર મોદી એ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે

અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014 થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું તેમણે ઉમેર્યું હતું. દેશની એકતા અને અખંડિતાના શિલ્પી લોકપુરુષ સરદાર સાહેબની 150મી જયંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે ઊજવી રહ્યા છીએ, એવું જણાવી મુખ્યમંત્રી એ કહ્યું હતું કે સરદાર વલ્લભ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી…

આ માત્ર પ્રશાસનિક સહાય નહીં, પરંતુ દિલીપ સંઘાણી નુ “પરિવાર ભાવ”નું જીવંત ઉદાહરણ છે।

ગાંધીનગર : યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે, ત્યારે જો કોઈ સહારો બનીને ઊભો રહે — એ જ સાચી માનવીય સેવા છે। દેશની દીકરી કેનેડાથી ભારત પરત ફરતી વખતે જોર્ડનમાં ફસાઈ ગઈ ચિંતિત માતા-પિતાએ જ્યારે ઇફકો ના અધ્યક્ષ દિલીપ સંઘાણીને મળી પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે તેમણે માત્ર પદાધિકારી તરીકે નહીં, પરંતુ પરિવારના સદસ્ય જેવી સંવેદનશીલતા દર્શાવી. દિલીપ સંઘાણી એ દિલ્હી ખાતે ઇફકો માં એમ ડી કે જે પટેલ અને જોર્ડન સ્થિત ઇફકોના સંયુક્ત ઉપક્રમ JIFCO સાથે સંપર્ક કર્યો, પોતે સ્વયં પણ સતત ફોન પર પરિસ્થિતિની દેખરેખ રાખી, ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓએ દીકરી ના વિઝા, રહેઠાણ અને દરેક જરૂરી વ્યવસ્થા તરત જ સુનિશ્ચિત કરી. આજે એ દીકરી સુરક્ષિત છે —…

ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા થયું છે, જે રાજ્યની ગતિશીલ અર્થવ્યવસ્થાનો સાક્ષી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના બળ પર વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. ૧૧.૪ ટકા સરેરાશ વિકાસ દર: રાજ્યનો સરેરાશ વિકાસ દર છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧.૪ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા વધુ છે. પરિણામે ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ નોંધાઈ…

ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ6,685 લાખના ખર્ચે 4,555 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ1.73 લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે. રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી…

હોળી-ધુળેટીના પર્વ પર નાગરિકોની સુરક્ષા માટે 108-EMS સજ્જ: રાજ્યવ્યાપી ‘સેવા યજ્ઞ’નું આયોજન

અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તહેવારના ઉત્સાહમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ‘પૂર્વતૈયારી એ જ શ્રેષ્ઠ સારવાર’ના મંત્ર સાથે મેદાનમાં ઉતર્યું છે. ટેકનોલોજી અને ડેટાના માધ્યમથી સુરક્ષા કવચ 108-EMS દ્વારા અત્યાધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સંભવિત કટોકટીના સમયની આગાહી કરવામાં આવી છે. આ આગોતરા આયોજનનો હેતુ એ છે કે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ અગાઉથી જ તૈનાત કરી શકાય.ત્વરિત પ્રતિસાદ માટે ધુળેટીના દિવસે વધતા કેસોને પહોંચી વળવા માટે સિસ્ટમને એવી રીતે સજ્જ કરવામાં આવી છે કે દર્દીને ‘ગોલ્ડન અવર’માં જ સારવાર મળી…

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત, દિવ્યાંગ નાગરિકો માટે પણ તક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ₹7,690 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2,000 નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ.360 કરોડની જોગવાઈ આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારીને 3% અને 4.5% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ.38.64 કરોડની જોગવાઈ ઓછા વજન…