આ માત્ર પ્રશાસનિક સહાય નહીં, પરંતુ દિલીપ સંઘાણી નુ “પરિવાર ભાવ”નું જીવંત ઉદાહરણ છે।

ગાંધીનગર : યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે, ત્યારે જો કોઈ સહારો બનીને ઊભો રહે — એ જ સાચી માનવીય સેવા છે।

દેશની દીકરી કેનેડાથી ભારત પરત ફરતી વખતે જોર્ડનમાં ફસાઈ ગઈ ચિંતિત માતા-પિતાએ જ્યારે ઇફકો ના અધ્યક્ષ દિલીપ સંઘાણીને મળી પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે તેમણે માત્ર પદાધિકારી તરીકે નહીં, પરંતુ પરિવારના સદસ્ય જેવી સંવેદનશીલતા દર્શાવી.

દિલીપ સંઘાણી એ દિલ્હી ખાતે ઇફકો માં એમ ડી કે જે પટેલ અને જોર્ડન સ્થિત ઇફકોના સંયુક્ત ઉપક્રમ JIFCO સાથે સંપર્ક કર્યો, પોતે સ્વયં પણ સતત ફોન પર પરિસ્થિતિની દેખરેખ રાખી, ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓએ દીકરી ના વિઝા, રહેઠાણ અને દરેક જરૂરી વ્યવસ્થા તરત જ સુનિશ્ચિત કરી. આજે એ દીકરી સુરક્ષિત છે — અને એક પરિવારનુ સ્મિત ફરી પાછું આવ્યું છે.

આ માત્ર પ્રશાસનિક સહાય નહીં, પરંતુ દિલીપ સંઘાણી નુ “પરિવાર ભાવ”નું જીવંત ઉદાહરણ છે।

હૃદયપૂર્વક આભાર ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, એમ ડી કે જે પટેલ તેમજ JIFCO ના CFO દીપક યાદવ અને તેમની ટીમનો.

આપે સાબિત કર્યું કે સાચું નેતૃત્વ એ જ છે, જે સંકટના સમયમાં સાથે ઊભું રહે।

આપનો આ માનવીય સહયોગ હંમેશા સ્મરણિય રહેશે। 🙏

તાજેતરના જીફકો પ્રવાસ ની તસ્વીર માં ઇફકો ના અધ્યક્ષ દિલીપ સંઘાણી, એમ ડી. કે જે પટેલ, જીફકો ના દીપક યાદવ દ્રશ્યમાન થાય છે.

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…