રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે છે. EDLમાં સમાવિષ્ટ દવાઓ અને સર્જિકલ આઇટમ્સ રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો તેમજ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધીના તમામ સ્તરે દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની 378 દવાઓ, સેકન્ડરી કક્ષાની 628 દવાઓ અને ટર્સરી કક્ષાની 1,475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્ય રોગોની દવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ એન્ટી-ઇન્ફેક્ટિવ દવાઓ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58 અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ દવાઓ 52થી વધારીને 56 કરવામાં આવી છે. સાથે જ મેડિકલ ડિવાઇસિસની સંખ્યા 287થી વધારીને 349 કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2025-26ના EDLમાં હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની 75 અને માનસિક રોગોની 43 દવાઓ સહિત અનેક પ્રકારની મહત્વપૂર્ણ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરીને તેને અદ્યતન બનાવવામાં આવે છે, જેથી દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર મળી રહે.

આ પગલાથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની સાથે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર સરળતાથી ઉપલબ્ધ બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

    ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

    ODIમાં ભારત સામે જ્હોન કેમ્પબેલે ફટકારી સૌથી ઝડપી કેરેબિયન સદી, 65 બોલમાં બનાવ્યા 101 રન Explosive

    WIના જ્હોન કેમ્પબેલે 65 બોલમાં ફટકારી સદી: ભારત સામે ODIમાં સૌથી ઝડપી કેરેબિયન સદીનો રેકોર્ડ, 101 રન પર આઉટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગૌહાટી ખાતે રમાઈ રહેલી બીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જ્હોન કેમ્પબેલે ધમાકેદાર બેટિંગ કરીને ભારતીય બોલિંગ આક્રમણને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરીને ભારત સામે વેસ્ટ ઈન્ડિઝના બેટર દ્વારા સૌથી ઝડપી ODI સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. જોકે સદી બાદ તેઓ 101 રન બનાવીને આઉટ થયા હતા. ઉપલબ્ધ સ્કોરિંગ અહેવાલો મુજબ તેમની આખી ઇનિંગ્સ 68 બોલમાં 101 રનની રહી, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો.કેમ્પબેલની આ તોફાની ઇનિંગ્સના કારણે વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતના ઓવરોમાં જ ભારત પર દબાણ બનાવી દીધું હતું. બીજી તરફ ભારતીય ટીમ માટે આ…