CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000 ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રીજીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રીરમેશ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.…

મહિલાઓની સુરક્ષા ક્યાં..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં મહિલાની છેડતી પરપ્રાંતિય મહિલાએ ચાલુ બસમાં છેડતીનો લગાવ્યો આરોપ ખાનગી બસના ક્લીનર સામે છેડતીનો આરોપ ક્લીનરે છેડતી બાદ મહિલાને ચાલુ બસમાંથી ધક્કો માર્યો રાજકોટ થી સુરત બસમાં નિર્ભયકાંડ થતાં-થતાં સહેજમાં રહી ગયો બસમાં મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરી છેડતી મહિલાએ પડકાર ફેંકતા ચાલુ બસમાંથી નીચે ઘા કરી મહિલા લીમડી પાસે રોડ સાઇડમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત

વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…

રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, 806થી વધુ મકાનો ધરાશાયી

રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનને શહેરના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટમાં આવેલ રહેણાંક અને અન્ય બાંધકામો સામે સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને તંત્રની ટીમો દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સત્તાવાર માહિતી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 806 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ ચાલી રહી હતી. સમગ્ર વિસ્તારમાં 1000થી વધુ પોલીસ જવાનો, SRPની ટીમો તેમજ મહિલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓનું કહેવું…

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…

દેશમાં રાજનીતિનું તોફાન | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિલ્હી AI સમિટમાં રાજનીતિનું તોફાન કોંગ્રેસ કાર્યકરોની ટી-શર્ટથી હંગામો આંતરરાષ્ટ્રીય મંચ પર વિરોધ પ્રદર્શન દેશની છબી ખરાબ કરવાનો ભાજપનો આરોપ યુવા મોરચા દેશભરમાં આક્રમક ગુજરાતમાં કોંગ્રેસના પૂતળા દહન AI સમિટમાં ટેકનોલોજીથી રાજનીતિ તરફ વળાંક લોકશાહીનો અવાજ કે શરમજનક પ્રદર્શન? વિરોધના નામે દેશનું અપમાન? કોંગ્રેસના પગલાં પર ભાજપનો પ્રહાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પર પ્રશ્ન ટેકનોલોજી મંચને રાજનીતિનો અખાડો બનાવાયો દેશભરમાં ગરમાયું રાજકીય વાતાવરણ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી.   કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.…

21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા

કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. “માતૃભાષા મારો શ્વાસ છે, મારી આત્માનો વિશ્વાસ છે; માતાની મમતા જેવી મીઠી, શબ્દે શબ્દે સુગંધિત આસ છે. જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર, ત્યાંથી જ જીવનનો આરંભ થયો; અક્ષર અક્ષર પ્રેમ ભળેલો, હૃદયમાં સંસ્કાર સંચિત થયો. માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.…

સામાજિક મૂલ્યો VS વ્યક્તિગત સ્વતંત્રતા..! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ઐતિહાસિક સુધારા લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાતની જાહેરાત પ્રેમ સામે નહીં, છેતરપિંડી સામે ઝીરો ટોલરન્સ : સરકાર લગ્ન નોંધણીમાં પારદર્શિતા લાવવા સરકારનું નવું પગલું દીકરી લગ્ન માટે અરજી કરશે તો માતા-પિતાને તાત્કાલિક જાણ કરાશે ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટમાં ક્રાંતિકારી ફેરફાર પ્રેમના નામે છેતરપિંડી અટકાવવા સરકારનો કડક નિર્ણય સામાજિક સુરક્ષા માટે લગ્ન નોંધણીમાં નવા નિયમો નવા નિયમો દીકરીઓને સુરક્ષા આપશે કે સ્વતંત્રતા ઘટાડશે? પરિવારની જાણ બહારના લગ્ન હવે મુશ્કેલ બનશે સામાજિક માળખું તૂટતું બચાવવું જરૂરી : સરકાર લગ્ન નોંધણીમાં માતા-પિતાની ભૂમિકા મજબૂત બનશે ડિજિટલ યુગમાં લગ્ન નોંધણીમાં પારદર્શિતા તરફ પગલું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ | | GUJARATI NEWS BULLETIN

ગુજરાતમાં કમોસમી વરસાદ ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય વાદળછાયા વાતાવણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ અંકલેશ્વર, હાંસોટ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ફરી એક વખત વાતાવરણમાં પલટો તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાનીની ભીતી લગ્નપ્રસંગ અને ખેતરો પર માવઠાનો અસરકારક પ્રભાવ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ સિસ્ટમ સક્રિય આવનારા દિવસોમાં 30-40 કિમી પ્રતિ કલાકના પવન ફૂંકાવાની શક્યતા કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in