નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી
ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ
સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના
વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:
 વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે
 સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો
 ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તથા herSTARTના પાંચમાં સંસ્કરણના શુભારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતા.
ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ-GUSEC દ્વારા વિમેન સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન, મેન્ટરશીપ અને માર્કેટ એક્સેસ સપોર્ટ આપવાના આશયથી herSTART કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેનું પાંચમું સંસ્કરણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયું છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવાશક્તિના ઇનોવેશન્સને નવી દિશા આપવા શરૂ કરાવેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે રિવોલ્યુશન બની ગયું છે. એક દાયકા પહેલા દેશમાં 500થી ઓછા સ્ટાર્ટઅપ હતા તે વધીને હવે અંદાજે 2 લાખ સુધી પહોંચી ગયા છે તેમાં પણ મહિલાશક્તિની અડધોઅડધ ભાગીદારી છે. એટલું જ નહિ, વિમેન-લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારત અગ્રિમ હરોળમાં આવી ગયુ છે.તેમણે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યાગૌરી નિલકંઠના નામ સાથે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરને જોડીને વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ માટેની ગુજરાત યુનિવર્સિટીની પહેલની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની દીકરીઓ-બહેનોની એન્ટરપ્રાઈઝીંગ સ્કિલને ન્યૂ એઈજ ટેકનોલૉજી સાથે જોડીને તેમને ખીલવાના અવસરો આપવામાં herSTART મહત્વપૂર્ણ બન્યું છે. આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે રૂ. 45 કરોડનું પ્રાવધાન પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં યુવાશક્તિ ટેકનોલૉજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભર બની રહી છે અને સ્કિલ ડેવલપમેન્ટના અનેક અવસરો પણ ખુલ્યા છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાનએ સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. સાણંદ અને ધોલેરા સેમિકંડક્ટર હબ તરીકે યુવાઓ માટે હાઈટેક રોજગાર અવસરો ઊભા કરશે.

નારીશક્તિને પણ સેમિકંડક્ટર સેક્ટરમાં પોતાનું કૌશલ્ય બતાવવાની જે તકો છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સેમિકંડક્ટર સ્ટાર્ટઅપ્સ, ચિપ ડિઝાઈન અને ફેબ્રિકેશન મેનેજમેન્ટ તથા સેમિકંડક્ટર પેકેજિંગ અને ડીપટેક ઇનોવેશન મહિલાઓ શરૂ કરે તે માટે herSTART મદદરૂપ થાય તેવી આપણી નેમ છે. મુખ્યમંત્રીએ ટેકનોલોજીને માત્ર કેરિયર ઓપ્શન નહિ, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું મિશન ગણાવતા યુવાશક્તિને ઇમર્જીંગ સેક્ટર્સના સ્ટાર્અપ્સ દ્વારા ગુજરાતને સ્ટાર્ટઅપ હબ સાથોસાથ વિમેન-લેડ ડીપટેક ઇનોવેશન હબ બનાવવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે herSTARTના ચોથા સંસ્કરણની સફળતાની ગાથા સાથેની કોફીટેબલ બુકનું વિમોચન અને વિમેન-લેડ સ્ટાર્ટઅપ્સનું સન્માન પણ આ અવસરે કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ કાઉન્સિલના સીઇઓ શ્રીનિવાસ રાવ સુરેડ્ડી ચોથી herSTART વિષે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. નીરજા ગુપ્તા, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. પિયુષ પટેલ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમિતભાઈ શાહ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

    ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

    ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

    વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…