સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી PM નરેન્દ્ર મોદી એ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે

અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014 થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું તેમણે ઉમેર્યું હતું.

દેશની એકતા અને અખંડિતાના શિલ્પી લોકપુરુષ સરદાર સાહેબની 150મી જયંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે ઊજવી રહ્યા છીએ, એવું જણાવી મુખ્યમંત્રી એ કહ્યું હતું કે સરદાર વલ્લભ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી રજવાડાંઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. વડાપ્રધાનસરદાર સાહેબના એ જ વિચારો અને જીવનમૂલ્યોને જન જન સુધી પહોંચાડી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે પ્રયાસો કરે છે. સરદાર સાહેબની જેમ સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં યોજાનાર આ યાત્રામાં સરદારસાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ લોકોના દર્શન માટે રાખવાના આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જનજનમાં જીવંત કરશે.

મુખ્યમંત્રીએ દેશની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવા સમર્પિત રહેવા અને સ્વદેશીનો મંત્ર અપનાવવા આહ્વાન કર્યું હતું. સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવવો, એ સમયની માગ છે. આપણે સૌ એક બનીને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું, એ જ સરદાર સાહેબને સાચી ભાવાંજલિ હશે, એવું તેમણે ઉમેર્યું હતું.

કે.પી. વિદ્યાર્થી ભવનના વડા તથા યાત્રાના આયોજક સતીષ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રવ્યાપી સરદાર એકતા યાત્રાના આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

સરદાર એકતા યાત્રાના પ્રસ્થાન સમયે ‘જય સરદાર, સબકે સરદાર!’નો નારો ગૂંજી ઊઠ્યો હતો.

આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ, અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભાના વડાઓ તથા સરદાર રાષ્ટ્રીય સ્મારકના માનદ્ મંત્રી આર.એસ. પટેલ સહિતના સરદાર-પ્રેમી લોકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…