ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ
ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી,રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી,ભાવનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા…
નવસારીમાં સી.આર. પાટીલનો ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ, જાણો શું કહ્યું-……
નવસારીમાં સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ કર્યો હતો અને જાહેર મંચ પરથી કહ્યું કે,વાઘને કોણ કહે તારુ મોઢુ ગંધાય,આ શબ્દો સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડયા હતા. પાટીલે રોડની કામગીરીને લઈ આ કટાક્ષ કર્યો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આર.સી.પટેલે જવાબમાં કહ્યું તમામ રોડ બનેલા છે અને જલાલપોરમાં તમામ રોડ અમે બનાવ્યા છે.સી.આર અને આર.સી.પટેલના ફરિયાદના સુરમાં હળવો સંવાદ સ્ટેજ પર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું હતુ. જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું. અહી ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે મે કામ નથી કર્યું તો હું રાજકારણ છોડી દઈશ.તો સામે સી.આર પાટીલે પણ આર.સી પટેલને ટકોર કરતા કહ્યું,વાઘને…
સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી, આ 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચશે
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. આ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. ગાંગુલીએ ચાર ટીમોના નામ આપ્યા છે જે ચેમ્પિયન્સ ટ્રોફીના સેમી ફાઇનલ્સ સુધી પહોંચી શકે છે. આશ્ચર્યજનક રીતે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને પાકિસ્તાનને સેમિફાઇનલ જાહેર કર્યું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે અને માને છે કે આ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચવાની દાવેદાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું, “ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી ટીમો સારી છે, તે હમણાં કહેવું મુશ્કેલ હશે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા એવી ટીમો છે જેમની પાસે સેમિફાઇનલમાં પહોંચવાની ક્ષમતા છે.” . પાકિસ્તાન પણ ત્યાં છે કારણ કે ટુર્નામેન્ટ…
સુરતનાં કઠોદરા ગામમાં દીપડાનો આતંક, 112 વર્ષના વૃદ્ધા પર કર્યો હુમલો
સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.મળતી માહિતી મુજબ, લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન…
IND vs ENG: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને T20I માં ધમાલ મચાવી, વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું
ભારતના યુવા ખેલાડી અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પાંચમી T20 મેચમાં પોતાની બેટિંગથી ઇતિહાસ રચ્યો. અભિષેક શર્મા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત, મોર્ડર ડેના અનુભવી અભિષેકે T-20 આંતરરાષ્ટ્રીયમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અભિષેક ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. અભિષેકે પાંચમી ટી20માં 37 બોલમાં સદી ફટકારી હતી. આમ કરીને, અભિષેકે એરોન ફિન્ચ અને ક્રિસ ગેલ (ક્રિસ ગેલ વિરુદ્ધ અભિષેક શર્મા) ના રેકોર્ડ તોડીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. તમને જણાવી દઈએ કે T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં, ફિન્ચ અને ગેઈલે ઈંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારીને અજાયબીઓ કરી હતી, પરંતુ અભિષેકે 10 બોલ ઓછા રમીને સદી ફટકારી હતી જેણે વિશ્વ ક્રિકેટને ચોંકાવી…
હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ
B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય છે. ત્યારે તમે એવું કહો કે હું ભાજપમાં છું એટલે અધિકારીઓ તરત તમારૂ કામ કરી આપે છે. ભાજપ સરકારે આ બધાને સુખી કર્યા હોવાની વાત નીતિન પટેલે જાહેર મંચ પરથી કરી હતી. -> ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન :- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ કોઈ પણ સમયે મીડિયા સમક્ષ સાચું બોલી જતા હોય છે. ત્યારે આજે નીતિન પટેલે તેમના મનની વાત કહી હતી. અને હાલમાં નીતિન પટેલ ભાજપના અગ્રણી તેમજ મહેસાણાના અગ્રણી નેતા છે. નીતિન પટેલનો કહેવાનો…
2027ની ચૂંટણી પહેલા સ્થિતિ મજબુત કરવા માંગે છે BSP,લીધો આ મોટો નિર્ણય
ઉત્તર પ્રદેશમાં સતત ત્રણ વિધાનસભા ચૂંટણી હારનાર બહુજન સમાજ પાર્ટી (BSP) એ હવે એક મોટો નિર્ણય લીધો છે. એ તમામ નેતાઓ જેઓ અત્યાર સુધી વિવિધ રાજ્યોની જવાબદારી સંભાળી રહ્યા હતા તે બધા હવે આકાશ આનંદને રિપોર્ટ કરશે, . આ દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય સ્તરે પાર્ટીના કામકાજનું ધ્યાન રાખનારા નેતાઓ હવે બસપાના વડા માયાવતી અને આકાશ આનંદ બંનેને રિપોર્ટ કરશે. બુધવારે દિલ્હીમાં બસપાની બેઠક યોજાઈ હતી. તે સભામાં હાજર એક નેતાએ આ દાવો કર્યો હતો.૨૦૨૪ની લોકસભા ચૂંટણીની શરૂઆતમાં રાષ્ટ્રીય સંયોજક પદ પરથી દૂર કર્યા બાદ, તેમને જૂન ૨૦૨૪માં જ ફરીથી જવાબદારી સોંપવામાં આવી. અત્યાર સુધી તેમની પાસે હરિયાણા અને દિલ્હી વિધાનસભાની જવાબદારી હતી. બસપા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આકાશ આનંદ સંબંધિત તાજેતરના…
અમરેલી લેટરકાંડને લઈને CMને પત્ર, દિલીપ સંઘાણીએ તપાસની કરી માંગ
B INDIA અમરેલી : અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.જોકે, પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા અંગેનું મનિષ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, મનીષ વઘાશીયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર છે. આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.મળતી માહિતી મુજબ, અમરેલી લેટરકાંડને લઈને…
રાજકોટથી GSRTCની વોલ્વો બસ જશે મહાકુંભના મેળામાં, સમગ્ર પેકેજની આ રહીં માહિતી
B INDIA રાજકોટ : પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટવાસીઓએ પણ એસ.ટી. વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે બસ મુકવામાં આવે તેવી માંગ કરી હતી. તેથી લોકલાગણીને માન આપીને આવતીકાલથી એટલે કે 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજકોટથી પ્રયાગરાજ ખાતે જવા માટે એસટી વોલ્વો બસનો શુભારંભ કરવામાં આવશે. -> મહાકુંભ માટેનું પેકેજ :- રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસનું વ્યક્તિ દીઠ રૂ.8,800/- ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે હવે બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પર જઈને તમે રાજકોટથી પ્રયાગરાજ જવા માટેની વોલ્વો બસના પેકેજનું બુકિંગ કરાવી શકો છો. GSRTCની વધુ પાંચ બસો દોડાવવામાં આવશે. જે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લઈ જશે. મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે…
સુરતમાં રેલવેની બહારનો બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડાયો, નાગરિકોને ટ્રાફિકમાંથી મળશે મુકિત
B INDIA સુરત : સુરતમાં લોકોને ટ્રાફિકમાંથી મુકિત મળશે. રેલવે સ્ટેશન પર રહેલો જુનો સીટી બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી ગેટમાં સીટી બસ ડેપોનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં હવેથી સુરતની તમામ સીટી બસ દિલ્હી ગેટથી ઉપડશે. અને પાંચ હજાર ચોરસ મીટરમાં આ સીટી બસ ડેપોને બનાવવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે. સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. રૂ. 1476 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે.…
















