જો ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી માટે હતું તો પછી તેને ખતમ કરી દેવું જોઇએઃ ઓમર અબ્દુલ્લા
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડતા જોવા મળે છે, જ્યારે આ બંને પક્ષો લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતા. હવે ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો આ ગઠબંધન સંસદીય ચૂંટણી માટે હતું તો તેને ખતમ કરી દેવું જોઈએ. -> ઓમર અબ્દુલ્લાએ આ વાત કહી :- જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “દિલ્હીમાં શું ચાલી રહ્યું છે તે અંગે મારે કંઈ કહેવું નથી. અમારે દિલ્હીની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યાં સુધી મને યાદ…
ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ
અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.…
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કીંગ જાહેર થયું, જાણો ભારતના પાસપોર્ટનો ક્રમાંક કયો ?
વર્ષ 2025ના પ્રથમ છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટનું રેન્કિંગ તે આધાર પર તૈયાર કરે છે કે તે પાસપોર્ટ ધારક કેટલા દેશોની મુલાકાત કોઈપણ વિઝા વિના લઈ શકે છે.હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતા લોકો વિશ્વના 195 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.સિંગાપોર પછી જાપાનનો પાસપોર્ટ બીજા ક્રમનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જાપાની પાસપોર્ટ તેના નાગરિકોને 193 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જાપાન પછી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે આ રેન્કીંગમાં ત્રીજા સ્થાને છે. આ દેશોના પાસપોર્ટ 192…
લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, તેના કેસો મોટે ભાગે હળવા હોય છેઃ સૌમ્યા સ્વામીનાથન
કોવિડ રોગચાળાનો ડર આપણા મનમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે મીડિયામાં જો કોઈ ચેપી રોગનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે અથવા તેનું જોડાણ ચીન સાથે જોડાયેલું હોય તો લોકો ગભરાવા લાગે છે. આ સ્વાભાવિક પણ છે, કારણ કે કોવિડ રોગચાળા દરમિયાન, પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અને આરોગ્ય સુવિધાઓની ઝંખના તરત જ મનમાં આવે છે. આવો જ સીન ફરીથી જોવા મળે એવું કોઈ ઈચ્છતું નથી. આ ચર્ચા એટલા માટે ઉભી થઇ છે કારણ કે આ દિવસોમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નામની બીમારીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને ચીન સાથે પણ જોડવામાં આવી રહી છે. કેટલાકો લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કોરોના જેવી સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે.. જો કે મોટા મોટા આરોગ્ય…
ગુજરાતમાં ઉતરાયણ પર્વને લઈને તૈયારી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ-પક્ષીની સેવામાં રહેશે હાજર
B INDIA અમદાવાદ :- ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પતંગરસીકોમાં પણ ભારે ઉત્સાહ છે. ત્યારે તહેવારને ધ્યાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ઉપલ્બધ કરવામાં આવી છે. પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારાનો સામનો કરવા માટે 1962 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. -> અબોલ જીવ માટે તૈયાર કરી અનોખી એમબ્યુલન્સ :- મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી…
રાજકોટના આ મેદાન પર રમાશે મેચ, ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે
B INDIA રાજકોટ :- ભારતીય મહિલા ટીમ અને આયરલેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 10 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2025 ની શરૂઆતમાં આયર્લેન્ડ મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે, જેના માટે બંને ટીમોની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે.ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. દીપ્તિ શર્માને વાઈસકેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.આપને જણાવી દઈએ કે, આ મેચ રાજકોટમાં રમાવાની છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં…
ગુજરાતની શાળાઓ બની સતર્ક, HMPV વાયરસને લઈને બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડયા
B INDIA અમદાવાદ :- ગુજરાતમાં HMPV વાયરસને લઈને સ્કૂલો સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવ્યા છે. એટલુ જ નહીં HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અને વાલીઓને મેસેજ કરીને સૂચના અપાઈ છે તેમજ શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવા એવી સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડોક્ટરનો સંપર્ક કરવો તેવી પણ એડવાઈઝર જારી કરવામાં આવી છે. -> HMPV વાયરસને લઈને હોસ્પિટલની તૈયારી :- વાયરસથી બચવા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરવામાં આવી છે. વાયરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે,…
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડાતી ઠંડીની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?
B INDIA અમદાવાદ :- ગુજરાતમાં કડકડાતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં ઠંડીનો ચમકારો હજી પણ આગળના દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે. -> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? : –> શહેર તાપમાન : રાજકોટ 7.3 ડિગ્રી અમદાવાદ 12.1 ડિગ્રી, ગાંધીનગર 9.2 ડિગ્રી વડોદરા 11.4 ડિગ્રી ભાવનગર 12.6 ડિગ્રી, સુરત 15.5 ડિગ્રી ડીસા 8.8 ડિગ્રી કેશોદ 9.1…
















