PM મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ ડેબ્યુ કર્યુ, ટ્રેલર રિલિઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગ સાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો ‘પીપલ બાય WTF’માં આગામી મહેમાન હશે. નિખિલ કામથે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર પોડકાસ્ટના આ એપિસોડનું બે મિનિટનું ટ્રેલર રિલીઝ કર્યું છે. કામથે પીએમને કહ્યું- હું તમારી સામે નર્વસ થઇ રહ્યો છુંઆ ટ્રેલરનું શીર્ષક “પીપલ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એપિસોડ 6 ટ્રેલર” છે. આ ટ્રેલરમાં પીએમ મોદી અને નિખિલ કામથ વચ્ચેની એક રસપ્રદ વાતચીત બતાવવામાં આવી છે. વીડિયોમાં, કામથ કહે છે, “હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, મને ગભરાટ થઈ રહ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ વાતચીત છે.” -> પીએમએ કહ્યું- મને ખબર નથી કે દર્શકોને કેવું લાગશે :- આનો જવાબ આપતા, પીએમ મોદી…

અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી 50 બિલિયન ડોલરથી વધુનું નુકસાન

વિશ્વમાં મહાસત્તા તરીકે જાણીતા અમેરિકાનો એક હિસ્સો હાલમાં આગની જ્વાળાઓમાં સળગી રહ્યો છે અને આ આગ સતત વધી રહી છે. આ આગમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને હજારો ઘરો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ સતત પાણીની અછતનો સામનો કરી રહી છે.એવો અંદાજ છે કે આ ભડકતી આગથી લોસ એન્જલસને $50 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. આટલી મોટી રકમ ઘણા દેશોના GDP કરતા પણ વધુ છે. તે માલદીવની GDP કરતા 8 ગણી વધારે છે. તમને જણાવી દઈએ કે યુએસ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ બનેલી આ ભયાનક ઘટના યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન માટે મોટો આંચકો છે.આ વિસ્તારમાંથી એક લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.. આ ભયાનક આગ…

તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR

તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને ‘વૈકુંઠ દ્વાર દર્શનમ’ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગ 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ. આ ઘટના તિરુમાલાના બૈરાગી પટ્ટેડા વિસ્તારમાં એમજીએમ સ્કૂલ પાસે થઇ હતી, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા…

ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત્, નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે બન્યું સૌથી ઠંડુગાર શહેર

B india અમદાવાદ :- રાજયમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન વધશે. નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. -> રાજ્યમાં કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કંડલા 6.5 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી,અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી,અમરેલીમાં 8.4 ડિગ્રી, વડોદરામાં 9.2 ડિગ્રી,પોરબંદરમાં 9.6 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી,ભુજમાં 10.4 ડિગ્રી, મહુવામાં 10.7 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 11, ભાવનગરમાં 11.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 12.2 ડિગ્રી,કેશોદમાં 13.5 ડિગ્રી, દ્વારકામાં 14.6 ડિગ્રી,સુરતમાં 16.4 ડિગ્રી, વેરાવળમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -> આ સિઝનમાં સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા :- શનિવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને…

ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, સાબરકાંઠામાં 7 વર્ષનો બાળક બન્યો HMPV પોઝિટિવ

B india અમદાવાદ :- રાજ્યમાં HMPV વાયરસને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાનાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ, બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું. તો સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. -> બાળકનો બે દિવસ પહેલા કઢાવ્યો હતો રીપોર્ટ :- સમગ્ર કેસમાં બે દિવસ પહેલા બાળકનો રીપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું. ત્યારે આજે રીપોર્ટ પોઝિટિવ આવતા બાળકના પરિવારજનોનાં પણ રિપોર્ટ લેવામાં આવ્યા છે. જોકે, 7 વર્ષના બાળકને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ…

અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું, પરેશ ધાનાણીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ

B india અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. પાટીદાર દીકરી સાથે થયેલ અન્યાય સાખી નહીં લેવાય તેવી ધાનાણીએ ચિમકી ઉચ્ચારી છે. પાયલની પડખે રહેનાર પરેશ ધાનાણીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવાની ઉગ્ર માંગ કરતા આંદોલનની ચીમકી આપી છે. -> ધાનાણીનું સરકારને અલ્ટીમેટમ :- કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું. ધાનાણી કહ્યું કે, 24 કલાકની અંદર આ મામલે પગલા નહીં લેવાય તો આ આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત રહેશે નહીં. ધાનાણીએ પાયલ ગોટી સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ લડાઈ ફક્ત માત્ર પાયલ ગોટી કે…

ઉત્તરાયણમાં પવન અને ઠંડી હશે કે નહીં ? જાણો શું કહ્યું, હવામાન વિભાગે,…

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડી વર્તાઈ હતી. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણમાં અને તે પહેલા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. -> કેવું રહેશે ગુજરાતનું હવામાન :- ગુજરાતમાં ઠંડી, માવઠું અને પવન અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ…

ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો, બુમરાહ પછી વધુ એક ખેલાડીને મેદાનથી દૂર રહેવું પડશે

ભારતીય ટીમને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પછી, વધુ એક ભારતીય ઝડપી બોલરની ઈજાએ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે આકાશ દીપને લગભગ એક મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પાંચમી ટેસ્ટમાં અંતિમ સમયે બોલિંગથી દૂર થઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર આકાશ દીપને એક મહિના માટે મેદાનથી દૂર રહેવું પડશે. આકાશ દીપ કમરના દુખાવાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. આકાશ દીપની ઈજા બંગાળ માટે પણ એક આંચકો છે,મિડિયમ ફાસ્ટ બોલર આકાશ દીપની ઈજા અંગે નવા અહેવાલો આવ્યા છે. ક્રિકબઝ અનુસાર, પીઠના દુખાવાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલો આકાશ દીપ લગભગ એક મહિના સુધી કોઈ…

મહાકુંભમાં દરરોજ 1 લાખ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપશે અદાણી ગ્રુપ, 2500 સ્વયંસેવકો તૈયાર કરશે રસોઇ

પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તે 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે તેવી અપેક્ષા છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી જૂથ પણ આ ભવ્ય કાર્યક્રમમાં તેની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે અને તેણે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ ચેતના (ઇસ્કોન) સાથે હાથ મિલાવ્યા છે. અહેવાલો અનુસાર, આ દ્વારા દરરોજ લગભગ 1 લાખ ભક્તોને મહાપ્રસાદની સેવા પૂરી પાડવામાં આવશે. -> 2500 સ્વયંસેવકો પ્રસાદ તૈયાર કરશે :- અદાણી ગ્રુપે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ મેળા-2025માં મહાપ્રસાદ સેવા આપવા માટે ઈસ્કોન સાથે હાથ મિલાવ્યા છે. આ સેવામાં દરરોજ અહીં આવતા લગભગ 1 લાખ શ્રદ્ધાળુઓને ભોજનરૂપી પ્રસાદ…

અરવલ્લીમાં નકલી ASIનો પર્દાફાશ, નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ

અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓળખાણ આપી હતી. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રુપિયા પડાવ્યા હતા. -> નોકરીની લાલચ આપી કરી છેતરપિંડી :- યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી. પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી ASIએ દાવો કર્યો હતો. યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાત કરાવતો હતો. -> નકલી ASIએ 13.50 લાખ પડાવ્યાનો આક્ષેપ :- આ નકલી ASI 6 અલગ – અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. બાયડ પોલીસે પુત્ર નિમેષ ચૌહાણ, પિતા અશોક ચૌહાણ સામે ગુનો…