ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ
દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા સહિત તમામ પ્રકારની સિરપ આધારિત દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાશે નહીં. સરકારે Drugs (5th Amendment) Rules, 2026 હેઠળ સુધારો કરીને ડ્રગ્સ રૂલ્સ, 1945ના Schedule Kમાંથી Syrupsને દૂર કર્યા છે. અત્યાર સુધી કેટલીક સિરપ દવાઓ ઓવર-ધ-કાઉન્ટર (OTC) તરીકે ઉપલબ્ધ હતી અને ગ્રાહકો તેને સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકતા હતા. નવા નિયમ બાદ હવે દરેક પ્રકારની સિરપ માટે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન જરૂરી બનશે. દુરુપયોગ રોકવા માટે લેવાયો નિર્ણય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં કફ સિરપ અને અન્ય સિરપ આધારિત દવાઓના દુરુપયોગ, ઓવરડોઝ અને…
રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી
નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની ચકાસણી કરીને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. મોટી માત્રામાં ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી તપાસ દરમિયાન કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સમાવેશ થાય છે: – ઘી: 39,787 કિલો – ખાદ્ય તેલ: 1,67,256.60 કિલો/લિટર – દૂધ અને દૂધજન્ય પદાર્થો: 675.40 કિલો – પનીર: 5,229 કિલો કરોડોના માલની ચકાસણી આ અભિયાનમાં કુલ અંદાજે ₹5.89 કરોડથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાં ઘી, તેલ, દૂધ અને પનીરના વિવિધ બ્રાન્ડ તથા…
UPSC પ્રિલિમ્સ 2026 પર વિવાદ: પેપર લીક અને ગેરરીતિના આરોપો, NSUIએ તપાસની માંગ કરી
UPSC પ્રિલિમ્સ 2026નું પરિણામ જાહેર થયા બાદ હવે પરીક્ષા પ્રક્રિયા અંગે ગંભીર વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પેપર લીક અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 82 પ્રશ્નો કોચિંગ મટીરિયલ સાથે મળતા હોવાનો દાવો NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે આરોપ લગાવ્યો છે કે પરીક્ષામાં પૂછાયેલા 100માંથી 82 પ્રશ્નો એક ખાનગી કોચિંગ સંસ્થા “અનંતમ IAS”ના સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાતા હતા. તેમનું કહેવું છે કે પ્રશ્નોની ભાષા અને રજૂઆત પણ લગભગ સમાન હતી. પરીક્ષા બાદ મટીરિયલ બદલવાના આરોપ જાખડે વધુમાં આક્ષેપ કર્યો છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ સંબંધિત કોચિંગ સંસ્થાએ પોતાના સ્ટડી મટીરિયલમાં ફેરફાર કર્યો હતો અને કેટલીક તારીખોમાં પણ હેરફેર કરવામાં આવી હોવાની આશંકા…
TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર: હજારો ઉમેદવારો સફળ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમો માટે એકસાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે. 1.47 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 1,47,584 ઉમેદવારોએ TAT પ્રાથમિક પરીક્ષા આપી હતી. પરિણામમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને સફળતા મળી છે અને વિવિધ સ્કોર બેન્ડ મુજબ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુણ અનુસાર ઉમેદવારોની સંખ્યા જાહેર થયેલા આંકડા મુજબ: – 70થી વધુ ગુણ: 51,971 ઉમેદવાર – 80થી વધુ ગુણ: 34,644 ઉમેદવાર – 90થી વધુ ગુણ: 20,893 ઉમેદવાર – 100થી વધુ ગુણ: 10,876 ઉમેદવાર – 120થી વધુ ગુણ: 1,666 ઉમેદવાર મુખ્ય…
રામ મંદિર દાન વ્યવસ્થાપન મામલે SIT તપાસ તેજ: 43 કર્મચારીઓ રડાર પર
અયોધ્યાના રામ મંદિર ખાતે દાનના મેનેજમેન્ટને લઈને ચાલી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ હવે વધુ ગતિ પકડી રહી છે. તપાસના કેન્દ્રમાં દાનપેટીઓમાંથી નીકળતી નોટોની ગણતરી અને તેની વ્યવસ્થાપન પ્રક્રિયા આવી છે, જેમાં લગભગ 43 કર્મચારીઓની ભૂમિકા તપાસ હેઠળ હોવાનું જાણવા મળે છે. દાન વ્યવસ્થાપન પ્રક્રિયાની તપાસ SIT દ્વારા મંદિરના દાન વ્યવસ્થાપન સિસ્ટમની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દાનપેટીઓમાંથી મળતી ચલણી નોટોની ગણતરી, તેની નોંધણી અને સુરક્ષા વ્યવસ્થાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા લગભગ 43 કર્મચારીઓની કામગીરી અને જવાબદારી અંગે તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સી તમામ નાણાકીય હલચલ અને પ્રક્રિયાની કડીઓ ખોલવાનો પ્રયાસ કરી રહી છે. ટીનૂ યાદવનો જવાબ આ કેસમાં ચંપત રાયના…
NEET પરીક્ષા સુધી ભારતમાં ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ? મેસેજ એડિટિંગ ફીચર પણ બંધ, જાણો સમગ્ર મામલો
પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું હોવાનો દાવો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દાવા મુજબ, આગામી NEET (UG) 2026ની પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને દેશમાં ટેલિગ્રામ (Telegram) પર હંગામી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને મેસેજ એડિટિંગ ફીચર પણ 30 જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષાની નિષ્પક્ષતા જળવાઈ રહે અને પેપર લીક સંબંધિત અફવાઓને રોકી શકાય તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (MeitY) દ્વારા કથિત રીતે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મેસેજ એડિટિંગ ફીચર કેમ બન્યું નિશાન? દાવા અનુસાર, પરીક્ષા બાદ કેટલાક તત્ત્વો…
નૌશેરા સેક્ટર (LoC) પાસે માઈન બ્લાસ્ટ: JCO સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટની ઘટના સામે આવી છે. નૌશેરા સેક્ટરના કલાલ ફોરવર્ડ વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) પણ સામેલ છે. ઈજાગ્રસ્ત જવાનોની ઓળખ વિસ્ફોટમાં સુબેદાર નૈન સિંહ, હવાલદાર સુભાષ સિંહ, અગ્નિવીર અમન સિંહ અને અગ્નિવીર ગૌરવ સિંહ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઘટના કેવી રીતે બની? મળતી માહિતી મુજબ સેનાની એક યુનિટ નિયમિત પેટ્રોલિંગ પર હતી ત્યારે અચાનક જમીનમાં દબાયેલો લેન્ડમાઇન ફાટ્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક બચાવ કામગીરી વિસ્ફોટનો અવાજ સાંભળતા જ નજીકના સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલ જવાનોને પ્રથમ…
રાજ્યમાં શિક્ષકોનું આંદોલન જાહેર: 20 જૂન સુધી જિલ્લામાં ધરણા કાર્યક્રમો યોજાશે
રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા પરીક્ષા)માંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 20 જૂન સુધી તબક્કાવાર ધરણા કાર્યક્રમ શિક્ષક સંગઠનો દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર ધરણા યોજાશે. અલગ-અલગ તારીખે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવશે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ સહિતના સંગઠનો પોતાના સ્તરે અલગ-અલગ કાર્યક્રમો યોજીને આ મુદ્દે સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરશે. TET ફરજિયાત નિર્ણયથી વધ્યો વિવાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત હોવાનો નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા અંદાજે…
ચીન, ઈન્ડોનેશિયા અને જાપાનમાં ભૂકંપના ઝટકા: એક જ દિવસમાં અનેક સ્થળોએ ધરતી ધ્રૂજી
પૂર્વ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના અનેક દેશોમાં મંગળવારે ભૂકંપની શ્રેણી નોંધાઈ હતી, જેના કારણે ચીન, ઈન્ડોનેશિયા અને જાપાનમાં તણાવનો માહોલ સર્જાયો છે. માત્ર 40 મિનિટની અંદર ચીનમાં અનેક વખત ભૂકંપના ઝટકા અનુભવાતા સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું હતું. ચીનમાં સતત આંચકા, ઈમરજન્સી એલર્ટ જાહેર રિપોર્ટ્સ મુજબ ચીનના ક્વિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સાંજે ભૂકંપની શ્રેણી નોંધાઈ હતી. સૌથી શક્તિશાળી આંચકાની તીવ્રતા અંદાજે 6.3 માપવામાં આવી હતી, જ્યારે ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર જણાવાઈ રહી છે. માત્ર 40 મિનિટમાં અનેક વખત ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રશાસને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. શરૂઆતના અહેવાલ મુજબ આ ઘટનામાં એક વ્યક્તિના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે.…
ACBની કાર્યવાહી: ૨૦૨૫માં ૨૧૩ ગુના, ૨૦૨૬માં જૂન સુધીમાં ૮૩ કેસ જાણો કયો વિભાગ કેટલો દૂષિત!
Special Report: પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને ઝીરો ટોલરન્સના મોટા-મોટા દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB) દ્વારા જાહેર કરાયેલા આંકડા સરકારી બાબુઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની વરવી વાસ્તવિકતા છતી કરે છે. ક્રમ કેસનો પ્રકાર અને વર્ષ મુખ્ય આરોપી અને હોદ્દો સરકારી વિભાગ લાંચ / અપ્રમાણસર રકમ (રૂ.) કેસની ટૂંકી વિગત / એક્શન રિપોર્ટ 1 સૌથી મોટો ટ્રેપ કેસ (વર્ષ ૨૦૨૬) મુકેશકુમાર મન બોધ્ધ કુમાર (સુપ્રિટેન્ડન્ટ, વર્ગ-૨) અને આકાશ રમેશભાઈ કલોલીયા (પ્રજાજન) કેન્દ્ર સરકાર (CGST, ડીવીઝન-૧, રાજકોટ) 20,00,000 જી.એસ.ટી. નંબર ભરવા તથા ખોટા બિલની અરજી પતાવવા ૨૫ લાખ માંગી, ૨૦ લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા. (દા.તા. ૨૯/૦૪/૨૦૨૬) 2 સૌથી મોટો ટ્રેપ કેસ (વર્ષ ૨૦૨૫) પેથાભાઈ કે. પટેલ (PI, વર્ગ-૨) અને વિપુલકુમાર દેસાઈ (કોન્સ્ટેબલ, વર્ગ-૩) ગૃહ…
















