ઝાલોદના યુવાનની આગવી સૂઝબુઝથી બસમાં બેઠેલા 70 મુસાફરોનો બચાવ
–:રાજસ્થાન રોડવેજની બસની બ્રેક ફેઇલ થતાં મચ્યો હાહાકાર:– ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન ઝહીરખાન પઠાણે પોતાની તીવ્ર સૂઝબુઝથી બસમાં બેઠેલા અંદાજીત 70 મુસાફરોનું જીવન બચાવ્યું. તેઓ અંગત કામ માટે બાંસવાડા ગયા હતા અને પરત આવતા રાજસ્થાન રોડવેજની બસમાં બાંસવાડા થી કુશલગઢ તરફ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. –: બસની બ્રેક ફેઇલ અને ચકચાર :– જ્યારે બસ બડૌદીયા ગામમાંથી આગળ વધી અને કલીંજરા ગામ પાસે પહોંચી, ત્યારે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક કામ કરી નહોતી. બ્રેક ફેઇલ થતા જ બસમાં બુમાબુમ મચી ગઈ અને મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ડ્રાઈવર પણ ભયભીત થઈ ગયા હતા. –: ઝાલોદના યુવકની તત્કાળ કામગીરી :– આ ગંભીર પરિસ્થિતિમાં ઝહીરખાન પઠાણે તત્કાલ…







