Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ…

Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી એટલે કે 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 8 માર્ચે બપોરે 12:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચન કરશે. પછી તેઓ કોડીનારના ચલાલા ખાતે સુગર મિલના પુનઃસ્થાપના માટે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે, જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈના આચાર્ય શ્રીમદ બુદ્ધિશાગર સૂરીશ્વર મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન…

SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે. અને સાંજે 5 વાગ્યે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે વડાપ્રધાન મોદીનો લીંબાયતમાં રોડ શો :- વડાપ્રધાન મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. જેમા રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અને નીલગીરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી જાહેરસભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ…

SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અને જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે :- મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી 3 કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત…

SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહેશે. પીએમ મોદી 7 માર્ચે સુરત પહોંચશે. ત્યાં તેઓ લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી ૮ માર્ચે નવસારીમાં રહેશે. સુરત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. ૭ માર્ચની રાત્રે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે આરામ કરશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક ત્યારબાદ, 8 માર્ચે,વડાપ્રધાન મોદી નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સુરત અને નવસારી બંને જગ્યાએ વિશાળ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન મોદી 8 માર્ચે નવસારીથી દિલ્હી જવા…

Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ

અમદાવાદીઓને રાત્રિના ભૂખ લાગી હોય તો એક જ જગ્યાનું નામ લે છે તે માણેક ચોક વર્ષો જૂનું અને જાણીતું છે માણેક ચોક ખાણીપીણી બજારને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક મહિના માટે આજથી માણેક ચોક ખાણીપીણી બજાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પણ વાંચો :- gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો! અમદાવાદમાં માણેક ચોક રાણીના હજીરા, સાંકડી શેરી, મદન ગોપાલ હવેલી સહિત જેમાં કોટવિસ્તારનો સમાવેશ થાય છે. તે તમામ જગ્યાએ પર ડ્રેનેજ રિહેબ કરવાની કામગીરી હાથ ધરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે , જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં…

આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડપ્રધાન મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. અને સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. -> વડાપ્રધાન 3 માર્ચના રોજ જશે સોમનાથ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા માર્ચ મહિનાના આરંભમાં બે વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે. આ પણ વાંચો : શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં તો…