ભારત–અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ટ્રમ્પ–મોદીના નેતૃત્વમાં ‘વચગાળાના કરાર’નું એલાન

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સિદ્ધિ નોંધાઈ છે. બંને દેશોએ પરસ્પર લાભ અને સંતુલિત વેપાર સંબંધોને નવી દિશા આપતા એક માળખાગત ‘વચગાળાના કરાર’ (Interim Trade Agreement) પર પહોંચવાની જાહેરાત કરી છે. આ કરાર 13 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોનું મહત્વપૂર્ણ પરિણામ છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવાનો, સમાન બજાર પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને વેપારમાં અવરોધો ઘટાડવાનો છે. તેને ભારત–અમેરિકા સંબંધોમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ કરારને ભારત અને અમેરિકા માટે ‘શુભ સમાચાર’…

ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં? પીયૂષ ગોયલે સીધો જવાબ ટાળ્યો, કહ્યું – નિર્ણય જરૂરિયાત પ્રમાણે લેવાશે

ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે – આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે આ વિષય પર વિદેશ મંત્રાલય દ્વારા ધ્યાન આપવામાં આવશે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણય લેશે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે વેપાર કરાર થયા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જોકે, ભારત સરકાર તરફથી આ દાવા પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બજારની પરિસ્થિતિ અને શ્રેષ્ઠ સોદા આધારે બિન-પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. તેલની કિંમતો પણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે. આ દરમિયાન…

PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025 દરમિયાન કુલ આઠ વખત વાતચીત થઈ હતી, જ્યારે લુટનિકે દાવો કર્યો હતો કે વેપાર કરાર ન થવાનું કારણ મોદી દ્વારા ટ્રમ્પને ફોન ન કરવો હતું. ભારત સરકારે દાવાને નકારી કાઢ્યો વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને બંને દેશો ઘણી વખત સમજૂતીની નજીક પહોંચ્યા હતા. આ સોદો પરસ્પર લાભદાયક હોવાનું ભારતે પુનઃવાર સ્પષ્ટ કર્યું છે. ભારતે અમેરિકાના આ દાવાને સાવ ખોટો ગણાવીને કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે નિયમિત સંવાદ રહ્યો છે. લુટનિકે શું કહ્યું હતું?…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ મોટું અપડેટ: ટેરિફ વિવાદ વચ્ચે સંભવિત સહમતી!

ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ટ્રેડ ટેરિફની ખેંચતાણ હવે ધીમે ધીમે ઓગળી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે આ સંબંધો ફરીથી સુધરતી દિશામાં છે. ટ્રેડ ડીલ માટે દ્વિપક્ષીય વાતચીતમાં ઝડપ અમેરિકા અને ભારત બંને હવે પરસ્પર લાભદાયી વેપાર કરાર તરફ ફરીથી આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા વેપાર કરાર માટે નિમણુંક કરાયેલા પ્રતિનિધિએ હાલમાં ભારતીય અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, “દોરવાઈ ગયેલી ટ્રેડ ડીલની વાતચીત હવે ફરીથી ગંભીરતાથી શરૂ થઈ છે.” ભારતનું વાણિજ્યિક પ્રતિનિધિમંડળ હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તે વેપાર કરાર અંગે…

‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી. સર્જિયો ગોરે પીએમ મોદીને વિશેષ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની એક જૂની તસવીર, જેનું ફ્રેમિંગ કરેલું હતું અને જેમાં ટ્રમ્પની જાતે લખેલી ટિપ્પણી હતી:“શ્રીમાન વડાપ્રધાન, તમે મહાન છો.”– ડોનાલ્ડ ટ્રમ્પ આ ભેટના સંદર્ભમાં ગોરે જણાવ્યું કે “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીને એક મહાન નેતા અને નિકટમિત્ર માને છે” અને તે વાત આ ખાસ સંદેશે દર્શાવી છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા: સંરક્ષણથી ટેકનોલોજી સુધી સર્જિયો ગોરે પીએમ મોદી સાથેની મુલાકાત પછી જણાવ્યું,”અમે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજ જેવા ઘણા દ્વિપક્ષીય…