રાજયમાં બેવડી ઋતુનો અનુભવ, ધીરે ધીરે થઈ રહી છે ઉનાળાની શરૂઆત
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યારે હાલ બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ભુજમાં 34.2 ડિગ્રી નોંધાયું છે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી,ડીસા 14.8 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 17.8 ડિગ્રી,વડોદરા 16.5 ડિગ્રી, સુરત 16.8 ડિગ્રી,ભુજ 18.0 ડિગ્રી ,કંડલા 18.6 ડિગ્રી,ભાવનગર 18.7 ડિગ્રી,દ્વારકા 20.6 ડિગ્રી,ઓખા 21.2 ડિગ્રી,પોરબંદર 18.4 ડિગ્રી,વેરાવળ 18.7 ડિગ્રી,રાજકોટ 17.7 ડિગ્રી,સુરેન્દ્રનગર 18.0 ડિગ્રી,મહુવા 15.3 ડિગ્રી, કેશોદમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -> બપોરના સમયે ગરમીનો અહેસાસ :- બંગાળની…







