રાજયમાં બેવડી ઋતુનો અનુભવ, ધીરે ધીરે થઈ રહી છે ઉનાળાની શરૂઆત

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને  શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યારે હાલ બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ભુજમાં 34.2 ડિગ્રી નોંધાયું છે.
-> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી,ડીસા 14.8 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 17.8 ડિગ્રી,વડોદરા 16.5 ડિગ્રી, સુરત 16.8 ડિગ્રી,ભુજ 18.0 ડિગ્રી ,કંડલા 18.6 ડિગ્રી,ભાવનગર 18.7 ડિગ્રી,દ્વારકા 20.6 ડિગ્રી,ઓખા 21.2 ડિગ્રી,પોરબંદર 18.4 ડિગ્રી,વેરાવળ 18.7 ડિગ્રી,રાજકોટ 17.7 ડિગ્રી,સુરેન્દ્રનગર 18.0 ડિગ્રી,મહુવા 15.3 ડિગ્રી, કેશોદમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
-> બપોરના સમયે ગરમીનો અહેસાસ :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *