‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…