ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર, અનેક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં તાપમાન માઈનસ 14.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. રવિવારે સવારે પંજાબ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનોએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સુધી લોકોને પરેશાન કર્યા છે. આસામના ગુવાહાટીમાં પણ ઠંડીની અસર જોવા મળી છે, જ્યારે આંદામાન અને…
હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે
સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું…








