કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india

કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર (અહેવાલ – હરીશ મેઘવંશી) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ

પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – 2 એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં…

દિલ્હી: 600 શાળાઓ સામે ફી વધારાને લઇ મોટી કાર્યવાહી, હાઇકોર્ટે આપ્યો ઠપકો

દિલ્હી શહેરમાં હાલ શાળાઓમાં ફી વધારા અને વિવાદોને લઈને ભારે ઉથલપુથલ મચી ગઈ છે. 600થી વધુ ખાનગી શાળાઓમાં શિક્ષણ ખર્ચના વધારાને લઈને વર્તમાન સમયમાં લોકો, ખાસ કરીને બાળકોના વાલીઓ, ભારે ગુસ્સામાં છે. આ અંગે આજકાલ આમ આદમી પાર્ટી (AAP) પણ તેજીથી સરકાર પર દબાણ બનાવી રહી છે, ત્યારે દિલ્હીના ઊર્જા મંત્રી આશિષ સૂદે સરકારે આ મામલામાં કડક પગલાં ભરવાનું સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટે ફી વધારાને લઈને સખત ઠપકો આપ્યો દિલ્હીની હાઈકોર્ટએ DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ)ને તીવ્ર ઠપકો આપ્યો છે. કોર્ટએ શાળાની કાર્યપદ્ધતિને પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે આક્ષેપ કર્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થયેલા અમાનવીય વર્તન પર ન્યાયાધીશ સચિન દત્તાએ જણાવ્યું હતું કે શાળાએ વિદ્યાર્થીઓ સાથે શરમજનક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા વ્યવહારો કર્યા. આ સમયે,…

સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન

B INDIA NARMADA : સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં ૧૨૦૦ થી વધુ બાળકોએ મનોરંજન મેળાનો આનંદ માણ્યો હતો. બાળકોની સાથે, વાલીઓને પણ મનોરંજન મેળામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને બધી શાળાઓના બાળકો, સ્ટાફ અને વાલીઓ સહિત ૪ થી ૫ હજાર લોકોએ આનંદ મેળાનો ભરપૂર આનંદ માણ્યો.     NEP 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ, શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 બેગ લેસ ડેની ભલામણ કરવામાં આવી છે, જે હેઠળ નવરચના માધ્યમિક શાળા, સાગબારા, નવરચના શૈક્ષણિક સોસાયટી, સાગબારા દ્વારા સંચાલિત છે. નવરચના પ્રાથમિક શાળા, સાગબારા. આ ચાર શાળાઓ – નવરચના પ્રાથમિક વિદ્યાલય, નવીફલી અને નવરચના આશ્રમ વિદ્યાલય, નાના દોરંબા – ના લગભગ ૧૨૦૦ બાળકો અને વાલીઓ એકઠા થયા હતા. અને…

બાળ વાનગી મેળો, સોખડા અનુપમ પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન

B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’  મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં  ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી .     તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા…