Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત

દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…

RSSથી ભાજપને થયો ફાયદો ! મોહન ભાગવતે જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ભાજપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 2024 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, તત્કાલીન અધ્યક્ષ જેપી નડ્ડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ RSS વિના પણ ચૂંટણી જીતી શકે છે. આનાથી RSS કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો. હવે, સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે RSS ને કારણે BJP ના “સારા દિવસો” આવ્યા છે. તેમણે કહ્યું કે RSS એ રામ મંદિર ચળવળ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી, અને જે લોકોએ તેને ટેકો આપ્યો તેમને ફાયદો થયો. આમ તેમણે સ્પષ્ટ કર્યું કે RSS ની આગેવાની હેઠળના રામ મંદિર આંદોલનથી ચૂંટણી રાજકારણમાં BJP ને પણ ફાયદો થયો. આ રીતે, તેમણે સ્પષ્ટ કર્યું કે RSS ભાજપ માટે કેટલું મહત્વપૂર્ણ છે, અને તે તેનું મૂળ સંગઠન…

આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે. ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા…

મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર” ના સમાપન સમારોહમાં રવિવારે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતનો હેતુ શક્તિનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ વિશ્વને સાચી દિશા આપવાનો છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજનું વિશ્વ ઉપભોક્તાવાદ અને ભૌતિકતામાં ડૂબી ગયું છે, જેના કારણે આધ્યાત્મિક ખોટ ઊભી થઈ છે. આ આધ્યાત્મિક અભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉગ્રવાદ અને અસંતુલન વધતું જઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આર્થિક કે લશ્કરી શક્તિના આધારે નહીં, પરંતુ સદ્ભાવના, સંસ્કાર અને માનવ મૂલ્યોના આધારે “વિશ્વગુરુ”ની ભૂમિકા નિભાવવી પડશે. “વિશ્વગુરુ”ની કલ્પના અંગે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે…

ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે…

ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?

શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી કરી હતી. તેમણે કહ્યું હતું કે RSS બધી સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજે, દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરતાની સાથે જ શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કરવાનું શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારાના વિષય પર જ બોલવા અને કોઈ સંગઠનનો ઉલ્લેખ ન કરવા કહ્યું. સ્પીકરની ટિપ્પણી પછી, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ તેમની બેઠક પરથી ઉભા થયા અને રાહુલ ગાંધીના નિવેદન પર તીવ્ર…

પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું આ નિવેદન પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરી તણાવ વધારવાનું કામ કરી શકે છે. વિવાદાસ્પદ નિવેદન શું હતું? પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું,”પાકિસ્તાન અલ્લાહના નામે બનેલું રાષ્ટ્ર છે. આપણા રક્ષકો અલ્લાહના સૈનિકો છે. આ વખતે, ઇન્શાઅલ્લાહ, ભારત તેના વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” આ નિવેદન સાથે તેમણે ભારતના રાજકીય અને લશ્કરી નેતાઓના તાજેતરના નિવેદનોને “ખોવાયેલો વિશ્વાસ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ” ગણાવ્યા અને ભારત સરકાર પર આંતરિક અસંતોષથી ધ્યાન ભટકાવવા તણાવ ઊભો કરવાનો આરોપ મૂક્યો. ભારતીય પ્રતિસાદ: “ઓપરેશન સિંદૂર 1.0” નો ઉલ્લેખ પાકિસ્તાની આ નિવેદન…

મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ તે રૂમ પર કબજો કર્યો છે અને હવે તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. ભીડમાં તાળીઓની ગૂંજ વચ્ચે ભાગવતના આ નિવેદનને વિશાળ સમર્થન મળ્યું હતું.”અખંડ ભારતના ભાવે – કબજાયેલો રૂમ પાછો લઈશું” મોહન ભાગવત મધ્યપ્રદેશના સતનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું,”આખું ભારત એક ઘર છે. અમારા ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. મારું ટેબલ, ખુરશી અને કપડાં ત્યાં છે. હવે સમય આવશે જ્યારે આપણે તે રૂમ પાછો લઈ લેવો પડશે.” તેઓએ આ નિવેદન સાથે એ પણ ઉમેર્યું કે વિભાજન વખતે…

વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા દ્વારા હિન્દુ સમાજના સંગઠનનો સંદેશ મહારાષ્ટ્રના યુવાનો દ્વારા સંઘના સંદેશને દેશભરમાં ફેલાવ્યો મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનોથી સંઘની છબી પર અસર સંઘના નૈતિક મૂલ્યો અને મૂળ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન શું આરએસએસ ‘રાજકીય સેવા સંસ્થા’ બની રહી છે? 100 વર્ષ બાદ RSSના માર્ગ અને મિશન પર પુનર્વિચાર જરૂરી શતાબ્દી વર્ષમાં RSSના ભવિષ્ય માટે નવી દિશા જરૂરી શતાબ્દી ઉજવણીમાં હેગડેવરજીની મૂળ વિચારધારાનો અભાવ 1989ની જન્મ શતાબ્દી ઉજવણી સામે 2025ની શતાબ્દી ઉજવણી ફીકી કેમ? સંઘના નૈતિક અધપતન પર સેવકોમાં ઉદ્વેગ અને આત્મમંથન રાજકીય નેતાઓની નજીકતા RSSના મૂળ સિદ્ધાંતો સામે પડકાર…

પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, જેમાં પહેલીવાર સરકારી સ્તરે હુમલાની પાછળ રહેલા મુદ્દાઓ અને ભારતના પ્રતિસાદ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. દિલ્હી સ્થિત પીએમ નિવાસસ્થાન પર બેઠક આ બેઠક નવી દિલ્હીમાં વડાપ્રધાનના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને સાંજે યોજાઈ હતી અને લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના મતે, આ મુલાકાત પહેલગામ હુમલા બાદ ઉભી થયેલી આંતરરાષ્ટ્રીય અને ઘરની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. PM મોદીએ આ બેઠક પહેલાં દેશના ટોચના રક્ષાપ્રણાલી અધિકારીઓ સાથે પણ ઊંચી સ્તરે ચર્ચાઓ યોજી હતી. પહેલગામમાં…