સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ગાવું અને વગાડવું ફરજીયાત, નવો પ્રોટોકોલ જાહેર

વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત રહેશે. સત્તાવાર સંસ્કરણના ગાનનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે. કયા પ્રસંગો પર ફરજીયાત રહેશે? – રાષ્ટ્રપતિ અને રાજયપાલ/લેફટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન – નાગરિક શપથ સમારોહ અને પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ – રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી – ત્રિરંગા લહેરાવતી પરેડ દરમિયાન જો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે, તો પહેલા ‘વંદે માતરમ’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ વગાડવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાને ઊભા રહેવું ફરજીયાત રહેશે. જો કે સિનેમા હોલ અથવા દસ્તાવેજી/ન્યુઝરીલના પ્રસારણ દરમિયાન…

પ્રજાસત્તાક પર્વ પરેડમાં ગુજરાતનો ડંકો: સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ સ્થાન, એવોર્ડ કરાયો એનાયત

77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી…

131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે.   વર્ષ 2026 માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત જગતમાંથી 9 હસ્તીઓ, કલા ક્ષેત્રે વિશેષ કાર્ય બદલ 44 હસ્તીઓ અને સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ…

સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે. આ જાહેરાત પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હતી. નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા પ્રક્ષેપણ બાદ શુભાંશુ શુક્લા 26 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચશે અને ત્યાં પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની ઇતિહાસ રચશે. તેઓ 1984માં અવકાશમાં ગયેલા રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. શુક્લા ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓમાંના એક છે. તેમની સાથે ગ્રુપ કેપ્ટન પી.બી. નાયરને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે ફાઇટર પાઇલટ તરીકે શુભાંશુ શુક્લાનો અનુભવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે.…

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર તહેવાર છે, જે દેશની દિશા અને સ્થિતિ પર ચિંતન કરવાની તક આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારત પોતાના રાષ્ટ્રીય ભાગ્યનો નિર્માતા બન્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થપાયું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો પર આધારિત છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો બનાવે છે. આ આદર્શો બંધારણના નિર્માતાઓની દૃષ્ટિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર વલ્લભભાઈ પટેલની…

મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના…